પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ષેા જૂની પ્રથા તોડીને વધુ એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યાં છે. શીખ સંપ્રદાયના ગુ તેગ બહાદુરની આજે ૪૦૦મી જન્મજયંતિ છે. આ પ્રસગં નિમિત્તે પીએમ મોદી આજે સૂર્યાસ્ત પછી લાલ કિલ્લા પરથી ભાષણ આપશે. આ સાથે તેઓ સૂર્યાસ્ત બાદ મુગલ યુગના સ્મારક પરથી દેશને સંબોધન કરનાર દેશના પહેલા પ્રધાનમંત્રી બની જશે. આ સાથે જ વર્ષેાથી ચાલી આવતી જૂની પ્રથા તૂટશે અને એક નવો ચીલો ચિતરાશે.

પીએમ મોદી લાલ કિલ્લાની કિલ્લા પરથી નહીં, પરંતુ મેદાનમાંથી રાષ્ટ્ર્રને સંબોધન કરશે. સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે લાલ કિલ્લાને ગુ તેગ બહાદુરની ૪૦૦મી જન્મજયંતિના સ્થળ તરીકે પસદં કરવામાં આવ્યું છે. કારણ કે અહીંથી જ મુઘલ શાસક ઔરંગઝેબે ૧૬૭૫માં તેમને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. ગુરૂ તેગ બહાદુર શીખોના નવમા ગુ છે. પીએમ મોદી આજે રાત્રે ૯.૩૦ વાગે લાલ કિલ્લાના પરિસરથી ભાષણ આપશે.
સ્વતંત્રતા દિવસ સિવાય એવું બીજી વાર બની રહ્યું છે યારે પ્રધાનમંત્રી આ ઐતિહાસિક સ્મારક પરથી ભાષણ આપશે. અગાઉ, ૨૦૧૮ માં, તેમણે નેતાજી સુભાષ ચદ્રં બોઝ દ્રારા આઝાદ હિંદ સરકારની રચનાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી અને લાલ કિલ્લા પર રાષ્ટ્ર્રધ્વજ ફરકાવ્યો હતો. જો કે, તે પ્રસંગે પીએમ મોદીનું સંબોધન સવારે ૯ વાગ્યે હતું, જયારે આ વખતે તે સૂર્યાસ્ત પછી રાત્રે ૯.૩૦ વાગ્યે હશે.