એમેઝોને NIT પટનાના વિદ્યાર્થી અભિષેક કુમારને 1.08 કરોડનું પેકેજ આપ્યું છે. એમેઝોનમાં પ્રથમ વખત NTI પટનામાંથી કોઈ વિદ્યાર્થીને ઈન્ટરનેશનલ લેવલે સ્થાન આપવામાં આવ્યું છે. ઝાઝાનો અભિષેક કોમ્પ્યુટર સાયન્સ શાખાનો વિધાર્થી છે. અભિષેકની પસંદગી કંપની દ્વારા 21 એપ્રિલના રોજ કરવામાં આવી હતી. એમેઝોન માટે અભિષેકે 14 ડિસેમ્બર 2021ના રોજ કોડિંગ ટેસ્ટ આપ્યો હતો. ત્યારબાદ 13 એપ્રિલે એક કલાકના 3 રાઉન્ડના ઈન્ટરવ્યુ થયા હતા. અભિષેકને 21 એપ્રિલના રોજ કંપની તરફથી પસંદગી માટેની ઓફર મળી હતી.

ઈન્ટરનેશનલ લેવલે પર NIT પટનાના વિદ્યાર્થીને પ્રથમ વખત આટલા મોટા પેકેજ સાથે પ્લેસમેન્ટ આપવામાં આવ્યું છે. એપ્રિલમાં અભિષેકને કંપની તરફથી પસંદગીની ઓફર મળી હતી. સાથે જ અભિષેકની કોડિંગ કુશળતા કામમાં આવી છે. અભિષેકની પસંદગી બાદ જર્મની અને આયર્લેન્ડના વ્યાવસાયિક નિષ્ણાતોએ મુલાકાત લીધી હતી.
ઈન્ટરવ્યુ લેનાર નિષ્ણાતો અભિષેકની કોડિંગ સ્પીડ સાથે બ્લોક ચેઈન પર બનાવેલા પ્રોજેક્ટથી પ્રભાવિત થયા હતા. અભિષેકે જણાવ્યું હતું કે, તેની કોડિંગ કુશળતા અને વિવિધ તકનીકો પર બનાવેલા પ્રોજેક્ટ્સને કારણે તેની પસંદગી કરવામાં આવી હતી. અભિષેકની આ સિદ્ધિને લઈને સંસ્થામાં ખુશીનો માહોલ છે. અગાઉ માર્ચમાં NIT પટનામાં ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનની વિદ્યાર્થીની અદિતિને ફેસબુક તરફથી 1.6 કરોડનું પેકેજ આપ્યું હતું. અદિતિએ જણાવ્યું હતું કે, તેને જાન્યુઆરીમાં જ ફેસબુક તરફથી ઓફર લેટર મળ્યો હતો.