NATIONAL : હનુમાન ચાલીસા વિવાદ : કોર્ટે નવનીત રાણા અને તેમના પતિને 6 મે સુધી જેલ

Gujarat Fight

મુંબઈમાં સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની અને પાછળથી આ જાહેરાત પાછી ખેંચનાર અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની ધરપકડ બાદ તેમને રવિવારે બાન્દ્રાની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. બાન્દ્રા કોર્ટે તેમને 14 દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ રાણા દંપતિ હવે 6 મે સુધી જેલમાં રહેશે જોકે 29 એપ્રિલે તેમની જામીન અરજી પર સુનાવણી થશે, 29 એપ્રિલે કોર્ટ તેમને જામીન આપે તો તેઓ મુક્ત થઈ જશે અન્યથા તેમણે 6 મે સુધી જ્યુડિશયલ કસ્ટડીમાં રહેવું પડશે. પોલીસે નવનીત અને તેમના પતિની પોલીસ કસ્ટડીની માગ કરી હતી જોકે કોર્ટે તેને ફગાવી દીધી હતી અને બન્નેને 6 મે સુધી ન્યાયિક હિરાસતમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. જામીનની સુનાવણી 29 એપ્રિલે હાથ ધરાશે.

હનુમાન ચાલીસા વિવાદમાં પોલીસે શનિવારે ધર્મના આધારે બે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા બદલ સાંસદ નવનીત અને રવિ રાણાની કલમ 153એ હેઠળ ધરપકડ કરી હતી. પોલીસ રાણા દંપતી સાથે સાંજે 5.30 વાગ્યાની આસપાસ ખાર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જોકે મોડી રાત્રે તેને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.  નવનીત રાણા સામે વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. તેની સામે આઈપીસીની કલમ ૩૫૩ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. નવનીત રાણા પર સરકારી કામમાં દખલ કરવાનો આરોપ છે. આ પહેલા શનિવારે પોલીસે એક દિવસના હંગામા બાદ નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાની ધરપકડ કરી હતી.

રાણા દંપતી સામે એફઆઇઆર દાખલ થયા બાદ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે જણાવ્યું હતું કે બે ઘટનાઓ બની છે. ત્યારબાદ હનુમાન ચાલીસાના બહાને એકને રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. એટલા માટે રાણા દંપતીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ગત રાત્રીની ઘટના પર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કિસ્સામાં, સમજ બતાવવાની જરૂર છે.ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલે કહ્યું કે, ભાજપના નેતા કિરીટ સોમૈયા પર હુમલો થયો, કોણે કર્યું તેની તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે પોલીસે અલગ અલગ આદેશ આપવાની જરૂર નથી, તેઓ પોતાનું કામ સારી રીતે કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં આવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે જેથી અહીં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *