NATIONAL : ભારતે ચીની નાગરિકોના ટુરિસ્ટ વિઝા પર લગાવ્યો રોક

Gujarat Fight

ભારતે ચીની નાગરિકોના ટુરિસ્ટ વિઝા પર રોક લગાવી દીધી છે. આંતરાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘે કહ્યું કે, ચીની નાગરિકોને અપાયેલા ભારતીય ટુરિસ્ટ વિઝા હવે માન્ય નહીં ગણાય. ભારત સરકારના આ નિર્ણયને ચીનને આપેલા જડબાતોડ જવાબ તરીકે જોવામાં આવી રહ્યો છે. ભારતે આ નિર્ણય એ સમયે લીધો છે જ્યારે, ચીન ભારતના 20 હજાર વિદ્યાર્થીઓને પરત ચીન આવવા દેવાની મંજુરી નથી આપી.

કોરોના મહામારી શરુ થઈ ત્યારે ભારતના ઘણા વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા હતા. એ સમયે ભારત સરકારે ચીનમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું હતું. હવે કોરોનાની સ્થિતિ સમાન્ય થઈ છે ત્યારે ચીન ભારતના 20 હજાર વિદ્યાર્થીઓને પરત આવવાની મંજુરી નથી આપી રહ્યું. વિદેશ મંત્રી એસ. જયશંકરે માર્ચ મહિનામાં ચીનના વિદેશમંત્રી વાંગ યી સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ ચીન તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.

ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોનાની નવી લહેર આવી ચુકી છે અને લોકો ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં પણ ચીને થાઈલેન્ડ, પાકિસ્તાન સહિત શ્રીલંકાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પરત ચીન આવવા માટે મંજુરી આપી દીધી છે. પરંતુ ભારતના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરીને તેમને ચીનમાં આવીને અભ્યાસ પુર્ણ કરવાની મંજુરી હજી સુધી નથી આપી. ત્યારે હવે ભારતે પણ ચીની નાગરિકોના ટુરિસ્ટ વિઝા પર રોક લગાવીને ચાઈનાને વળતો જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતે કેનેડા અને યુકેના લોકોને પણ ઈ-ટુરિસ્ટ વિઝા પર ભારત આવવા પર રોક લગાવી છે. ભારતે માર્ચ મહિનામાં 156 દેશોના ઈ-ટુરિસ્ટ વિઝાની સુવિધાને ફરીથી ચાલુ કરી છે. કોરોનાના કારણે બે વર્ષ બાદ 27 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો શરુ કરી હતી.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *