NATIONAL : કોંગ્રેસના પૂર્વ નેતા કૈલાશ ગઢવી જોડાયા AAPમાં

Gujarat Fight

કોંગ્રેસના પૂર્વ નેતા કૈલાશ ગઢવી AAPમાં જોડાયા છે. જેમાં ગુલાબસિંહ યાદવ અને ઈશુદાનની હાજરીમાં AAPમાં જોડાયા છે. તેમાં કૈલાશ ગઢવી સાથે 10 કોંગ્રેસ આગેવાનો પણ AAPમાં જોડાયા છે. તથા 300 સમર્થકો સાથે કૈલાશ ગઢવી AAPમાં સામેલ થયા છે.

આ પ્રસંગે કૈલાશ ગઢવી અને ગુલાબસિંહ યાદવે નિવેદન આપ્યું છે. જેમાં કૈલાશ ગઢવીએ જણાવ્યું કે, ‘હું આજે નવી ઇનિંગ રમવા જઈ રહ્યો છું. ગુજરાત સદાય રાજનીતિની પ્રયોગ શાળા છે. 27 વર્ષથી અહંકારી સરકાર સત્તા ભોગવી રહી છે. અમે લડત આપતા હતા અને લડત લડતા રહીશું. તેમજ સારી આરોગ્ય અને શિક્ષણની વ્યવસ્થા પણ ઊભી કરીશું. અમે કામ કરીશું, મહેનત કરીશું. અમે પરિણામલક્ષી કામ કરીશું.’

અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાતના ઇલેક્શન ઈન-ચાર્જ તેમજ પ્રદેશ નેતા ઇશુદાન ગઢવીની હાજરીમાં કોંગ્રેસના નેતા કૈલાસદાન ગઢવી સહિતના 10 જેટલા હોદ્દેદારો અને આગેવાનો તેમના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *