કર્ણાટકના બેંગલોરમાં એક સ્કુલના વિદ્યાર્થીઓ માટે બાઈબલને સ્કુલે લઈ જવુ જરૂરી કરી દેવાયુ છે. આની પર દક્ષિણપંથી જૂથે નારાજગી વ્યક્ત કરી છે. ક્લેરેંસ સ્કુલએ માતા-પિતા પાસેથી એક શપથ પત્ર પણ લીધો છે. જેમાં વિદ્યાર્થીઓએ સ્કુલમાં બાઈબલ કે હિમ (ભજન)નુ પુસ્તક લઈ જવા સામે કોઈ વાંધો નહીં હોવાનું જણાવવામાં આવ્યું છે.

નવા નિર્દેશ પર દક્ષિણપંથી જૂનથી પ્રતિક્રિયાઓ સામે આવી છે, જેમણે આને કર્ણાટક શિક્ષણ અધિનિયમનુ ઉલ્લંઘન ગણાવ્યુ છે. જૂથનો આરોપ છે કે વિદ્યાર્થીઓ પર તેમની ઈચ્છા વિરૂદ્ધ ધાર્મિક શિક્ષણ થોપવામાં આવી રહ્યુ છે. તેમણે શિક્ષણ વિભાગને સ્કુલ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. તાજેતરમાં જ કર્ણાટક સરકારે સ્કુલમાં ભગવદ ગીતાને સ્કુલના અભ્યાસક્રમમાં સામેલ કરવાના આયોજનની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે ભગવદ ગીતાને સ્કુલના અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય ચર્ચા બાદ લેવામાં આવશે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી બીસી નાગેશએ કહ્યુ, ભગવદ હીતા આ દેશમાં ઘણા વર્ષોથી લોકો દ્વારા વાંચવામાં આવી છે.
ગીતા તમામ લોકો દ્વારા વાંચવામાં આવે છે અને પુસ્તકનુ અનુવાદ વિશ્વની તમામ ભાષાઓમાં કરવામાં આવી રહ્યુ છે. વિદ્યાર્થીઓનુ મનોબળ વધારવા માટે અમે પહેલા શિક્ષણ વિદ અને વિશેષજ્ઞ પાસે આ વિશે ચર્ચા કરીશુ. કર્ણાટક સિવાય ગુજરાતે પણ આ જાહેરાત કરી છે કે શૈક્ષણિક વર્ષ 2022-23થી ભગવદ ગીતા ધોરણ 6થી 12 સુધીના શાળાકીય અભ્યાસક્રમનો ભાગ હશે.