NASAના ‘મેગા મૂન રોકેટ’ના લોન્ચિંગમાં થઈ રહ્યો છે વિલંબ

Gujarat Fight

નાસાના ‘મેગા મૂન રોકેટ’ને(Mega Moon rocket) તેના લોન્ચપેડ પરથી હટાવવામાં આવી રહ્યું છે. કુલ 2 સપ્તાહમાં 3 ફ્યુઅલ ટેસ્ટ નિષ્ફળ ગયા બાદ હવે તેને સમારકામ માટે મોકલવામાં આવી રહ્યું છે. નાસા (NASA)ના કહેવા પ્રમાણે, રોકેટ માટે જૂનની લોન્ચ વિન્ડો મળવી તે એક પડકાર છે.

ફ્લોરિડા ખાતે નાસાના કેનેડી સ્પેસ સેન્ટરમાં પેડ 39B ઉપર લાવવામાં આવ્યાના 2 અઠવાડિયા બાદ સુધી સ્પેસ એજન્સીએ રોકેટ પર સ્પેસ લોન્ચ સિસ્ટમ (SLS) તરીકે અનેક પ્રીલોન્ચ ટેસ્ટ કર્યા છે. નાસાએ એવી અપેક્ષા રાખી હતી કે, ‘વેટ ડ્રેસ રિહર્સલ'(Wet Dress Rehearsal) કહેવાય છે તેને પૂર્ણ થવામાં 48 કલાકથી ઓછો સમય લાગશે પરંતુ 2 અઠવાડિયા અને 3 ટેસ્ટ થયા બાદ એજન્સીએ 322 ફૂટ લાંબા (98 મીટર) રોકેટને પાછું ઉતારવાનો નિર્ણય લીધો છે.

આગામી આર્ટેમિસ-1 ઉડાન માટે વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટને તૈયાર કરવા આ વેટ ડ્રેસ રિહર્સલ કરવામાં આવી રહ્યું હતું. એજન્સીના કહેવા પ્રમાણે નાસાએ રોકેટમાં આવેલી સમસ્યાઓ શોધી કાઢી છે જેમ કે હિલિયમ ચેક વાલ્વમાં સમસ્યા હતી. એક લિક્વિડ હાઈડ્રોજન સેક્શનમાં લીકેજ હતું. આ સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે.

વોશિંગ્ટન ખાતે નાસા હેડક્વાર્ટરના ડેપ્યુટી એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર ટોમ વ્હીટમારે જણાવ્યું હતું કે, ‘મેગા મૂન રોકેટ હજુ પણ ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. અત્યાર સુધી અમે એક ચેક વાલ્વની સમસ્યા જ જોઈ છે. અમને રોકેટ પર ગર્વ છે પરંતુ અમારે હજુ તેના પર થોડું વધુ કામ કરવાનું છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *