Met Gala : નતાશા પૂનાવાલાએ લગાવ્યો દેશી ગ્લેમરનો તડકો

Gujarat Fight

ફેશનની દુનિયાનો સૌથી મોટો ઈવેન્ટ Met Gala 2022 ફરી એક વખત આવ્યો છે. 2020માં કેન્સલ અને 2021માં પોસ્ટપોન થયા બાદ આ વખતે મેટ ગાલાનું આયોજન પહેલાની જેમ જ મેમાં યોજાઈ રહ્યો છે. મેટ ગાલાના રેડ કાર્પેટ પર સિનેમા, ફેશન, મ્યૂઝિક અને સ્પોર્ટસ જગતના સ્ટાર્સ પહોંચી ચૂક્યા છે. ન્યૂયોર્કના મેટ્રોપોલિટિન મ્યૂઝિયમ ઓફ આર્ટમાં યોજાયેલ મેટ ગાલામાં એક્ટર્સ બ્લેક લાઈવલી, રાયોન રેનોલ્ડસ, સિંગર બિલી ઈલિશ, સોશલાઈટ કિમ કાર્ડશિયાથી લઈને અનેક હસ્તીઓ નજર આવી છે. ભારતથી સોશલાઈટ અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ની એક્ઝીક્યૂટીવ ડાયરેક્ટર Natasha Poonawalla પણ મેટ ગાલામાં પહોંચી છે.

પોતાની ફેશન માટે જાણીતી નતાશા પૂનાવાલાની અલગ સ્ટાઈલ મેટ ગાલાના રેડ કાર્પેટ પર પણ જોવા મળી. નતાશાએ મેટ ગાલા માટે ફેમસ ઈન્ડિયન ડીઝાઈનર સબ્યસાચીની પસંદગી કરી છે અને રેડ કાર્પેટ પર સાડી પહેરી હતી પણ તેમાં તેમણે પોતાની અલગ સ્ટાઈલનો તડકો લગાવ્યો હતો. સબ્યસાચી મુખર્જીએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નતાશાની ગોલ્ડન લુકની તસવીરો શેર કરી છે.

નતાશા પૂનાવાલાએ સબ્યસાચીની ગોલ્ડન ટ્યૂલ સાડી અને વેલ પહેરી હતી. તેને તેમણે Schiaparelliના મેટલ બસ્ટિયરની સાથે પેર કરી હતી. તેની સાથે જ તેમણે સબ્યસાચીની જ્વેલરી પહેરી હતી. નતાશાનું આ લુક ફેમસ સ્ટાઈલિસ્ટ અનાયતા શ્રોફ અદઝાનિયાએ સ્ટાઈલ કર્યું હતું. મેટ ગાલામાં સોશલાઈટ કિમ કાર્ડશિયા પોતાના બોયફ્રેન્ડ પીટ ડેવિડસનની સાથે પહોંચી હતી. સિંગર બિલી ઈલિશ, મોડલ કેન્ડસ ઝેનર, Bridgertonની એક્ટર ફીબી ડિનેવર પણ નજર આવી હતી. પ્રિયંકા ચોપરાના સબંધી સિંગર જો ઝોનસ અને એક્ટર સોફી ટર્નર પણ સાથે રેડ કાર્પેટ પર નજર આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *