KKR v/s SRH મેચ LIVE:હૈદરાબાદને જીતવા માટે 176 રનનો ટાર્ગેટ, છેલ્લી 5 ઓવરમાં કોલકાતાએ 56 રન કર્યા; રસેલની વિસ્ફોટક ઈનિંગ

Gujarat Fight

KKR તરફથી પોતાની પહેલી મેચ રમી રહેલા એરોન ફિન્ચે 5 બોલમાં 7 રન કર્યા હતા અને માર્કો યેન્સને આઉટ કર્યો હતો. તેનો કેચ વિકેટકીપર નિકોલસ પૂરને પકડ્યો હતો.

ટી નટરાજને તેની પહેલી જ ઓવરના પહેલા 3 બોલમાં 2 વિકેટ લીધી હતી. તેણે ઇનિંગ્સની 5મી ઓવરના પહેલા બોલ પર વેંકટેશ અય્યર (6)ને બોલ્ડ કર્યો હતો. તેના બીજા બોલ પર સુનીલ નરેને મેદાન પર આવતાની સાથે જ છગ્ગો ફટકારી પોતાનું ખાતું ખોલાવ્યું હતું. નરેને કાઉ કોર્નરમાં સિક્સર ફટકારી હતી, પરંતુ તે પછીના જ બોલ પર આઉટ થઈ ગયો હતો.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *