
KGF ચેપ્ટર 2 એ KGF ચેપ્ટર 1 ની સિક્વલ છે. લીડ એક્ટર યશ ઉપરાંત, સિક્વલમાં સંજય દત્ત, રવિના ટંડન, માલવિકા અવિનાશ, શ્રીનિધિ શેટ્ટી અને પ્રકાશ રાજ પણ છે. આ કલાકારોએ ફિલ્મમાં તેમની ભૂમિકા માટે કેટલા પૈસા લીધા છે તે અહીં છે.

દક્ષિણ ભારતના સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા યશે ફિલ્મમાં રોકીની ભૂમિકા ભજવવા માટે 30 કરોડ લીધા છે. સામાન્ય રીતે તેઓ એક ફિલ્મ માટે 20 કરોડ ચાર્જ કરે છે. બોલિવૂડ એક્ટર સંજય દત્ત, જે ફિલ્મમાં વિલન અધીરાની ભૂમિકા ભજવી રહ્યો છે. નેગેટિવ રોલ માટે તેણે 9 કરોડ રૂપિયા ફી લીધા છે. આ તેની પ્રથમ દક્ષિણ ભારતીય ફિલ્મ છે. સાથે જ, રવિના ટંડને ભૂતકાળમાં દક્ષિણની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેણે કન્નડ ભાષા KGF 2 સાથે શાનદાર પુનરાગમન કર્યું છે. આ ફિલ્મમાં તે ભારતના વડાપ્રધાન રમિકા સેનની ભૂમિકામાં છે. આ માટે તેણે 1.5 કરોડ રૂપિયા ફી લીધી છે.
મોડલ અને અભિનેત્રી શ્રીનિધિ શેટ્ટી KGF 2 માં રીના દેસાઈની ભૂમિકા ભજવી રહી છે. આ માટે તેણે 3 કરોડ લીધા છે. પ્રકાશ રાજ, જેઓ સિંઘમ અને દબંગ 2 જેવી બોલિવૂડ ફિલ્મોમાં દેખાયા છે. તે KGF 2 માં વિજયેન્દ્ર ઈંગલાગીની ભૂમિકા ભજવે છે, જેના માટે તેમને રૂ. 80-82 લાખ રૂપિયા મળ્યા છે. માલવિકા અવિનાશો એક ન્યૂઝ ચેનલની ચીફ એડિટર દીપા હેગડેની ભૂમિકા ભજવી છે. આ રોલ માટે તેને 60-62 લાખ રૂપિયા મળ્યા હોવાના અહેવાલ છે. બીજી તરફ, મોસ્ટ ડિમાંડિંગ નિર્દેશક પ્રશાંત નીલે ફિલ્મના નિર્દેશન માટે 15 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.