બૉક્સ ઓફિસ પર હાલમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મ KGF ચેપ્ટર 2 ધૂમ મચાવી રહી છે, પ્રશાંત નીલના નિર્દેશનમાં બનેલી KGF ચેપ્ટર 2 લોકોનો દિલ જીતવામાં સફળ થઇ છે, પરંતુ આ બધાની વચ્ચે એક્ટેર યશ ખુબ ચર્ચામાં આવી ગયો છે. KGF ચેપ્ટર 2 આમ તો તેલુગુ ફિલ્મ છે પરંતુ તેને હિન્દીમાં પણ ડબ કરવામાં આવી છે, અને ફેન્સની ઇચ્છા છે કે એક્ટર યશ બૉલીવુડમાં પણ કામ કરે.

યશને ઘણીવાર બૉલીવુડ ડેબ્યૂને લઇને પણ સવાલ કરવામાં આવી ચૂક્યા છે, આ દરમિયાન હિન્દી ફિલ્મોમાં યશે દીપિકા પાદુકોણ સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આની પાણ તેનુ ખાસ કારણ પણ છે. જ્યારે યશની KGF ચેપ્ટર 1 રિલીઝ થઇ હતી, તે દરમિયાને તેને એક ઇન્ટરવ્યૂમાં રેપિડ ફાયર રાઉન્ડ રમ્યો હતો, આ દરમિયાન એક્ટરે ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.
આ ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે યશને પુછવામાં આવ્યુ હતુ કે તે કઇ બૉલીવુડ એક્ટ્રેસ સાથે હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કરવા માંગે છે. રૉકી ભાઇે આના પર કહ્યું હતુ કે દીપિકા પાદુકોણ. આની પાછળનુ કારણ બતાવતા યશે કહ્યું હતુ કે તે દીપિકાની સાથે એટલા માટે કામ કરવા માગે છે કેમ કે તે બેંગ્લુરુની છે. હાલમાં યશની KGF ચેપ્ટર 2 બૉક્સ ઓફિસમાં પર એક પછી એક રેકોર્ડ નોંધાવી રહી છે.