IPL 2022 : MI vs LSG : મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે મેચ

Gujarat Fight

પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયેલી મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે આજે મેચ રમાશે. મુંબઈ આ સિઝનમાં અત્યાર સુધીની સાતેય મેચ હારી ચૂક્યું છે. પાંચ વખતના ચેમ્પિયન માટે અત્યાર સુધી કંઈપણ સારુ રહ્યુ નથી. તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. હવે માત્ર એક ચમત્કાર જ તેને પ્લેઓફમાં પહોંચાડી શકશે. બીજી તરફ લખનઉની ટીમ સારી લયમાં જોવા મળી રહી છે. તેણે અત્યાર સુધીમાં સાતમાંથી ચાર મેચ જીતી છે પરંતુ છેલ્લી મેચમાં તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 18 રનથી હાર મળી હતી. જો કે, લખનએ પ્રથમ તબક્કાની મેચમાં મુંબઈને 18 રને હરાવ્યું હતું, જેના કારણે તેનો આત્મવિશ્વાસ વધુ હશે. એક સિઝનમાં પ્રથમ સાત મેચ હારી જનારી મુંબઈ પ્રથમ ટીમ છે.

ટીમની છેલ્લી મેચ બાદ રોહિતે કહ્યું, “કોઈની સામે આંગળી ઉઠાવવી મુશ્કેલ છે, પરંતુ અમે મેચની શરૂઆત સારી રીતે કરી રહ્યા નથી. જો તમે વહેલી વિકેટ ગુમાવો છો, તો તે નુકસાન છે.” બોલિંગમાં મુંબઈનો મુખ્ય આધાર જસપ્રિત બુમરાહ છે. પરંતુ બાકીના બોલરો અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. ડેનિયલ સેમ્સે ચેન્નઈ સામે ચાર વિકેટ ઝડપી હતી, પરંતુ જયદેવ ઉનડકટ છેલ્લી ઓવરમાં 17 રનનો બચાવ કરી શક્યો નહોતો. ટાઇમલ મિલ્સ, બેસિલ થમ્પી અને સ્પિનર ​​મુરુગન અશ્વિન મેચ વિનિંગ પ્રદર્શન કરી રહ્યા નથી.

લખનઉની બેટિંગ મજૂબત છે. બંન્ને વચ્ચે રમાયેલી અંતિમ મેચમાં કેએલ રાહુલે 60 બોલમાં અણનમ 103 રનની ઇનિંગ રમી હતી. ટીમનો બીજો ઓપનર ક્વિન્ટન ડી કોક પણ સારા ફોર્મમાં છે. કૃણાલ પંડ્યા ,આયુષ બદોની , દીપક હુડાએ સારી શરૂઆતને મોટા સ્કોરમાં બદલવાની જરૂર છે. બોલિંગમાં ફાસ્ટ બોલર અવેશ ખાન અને સ્પિનર ​​રવિ બિશ્નોઈ સારો દેખાવ કરી રહ્યા છે જ્યારે ટીમ પાસે બે ઉપયોગી ઓલરાઉન્ડર જેસન હોલ્ડર અને માર્કસ સ્ટોઈનિસ છે. કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, કૃષાલ પંડ્યા, દીપક હુડા, આયુષ બડોની, માર્ક્સ સ્ટોઇનિસ, જેસન હોલ્ડર, દુષ્મંતા ચમીરા, આવેશ ખાન, રવિ બિન્શ્નોઇ ,રોહિત શર્મા, ઇશાન કિશન, ડેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, પોલાર્ડ, ઋત્વિક પોલાર્ડ, ડેનિયલ સૈમ્સ, રિલે મેરેડિથ, જયદેવ ઉનાડકટ, જસપ્રીત બુમરાહ


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *