
IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ ની હારનો સિલસિલો ચાલુ છે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ 8 મેચ રમ્યા પછી પણ તેમની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ ની સતત 8 હાર પછી, ચાહકો ટીમ અને કેપ્ટન રોહિત શર્માને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં લખનૌ સુપર જોઈન્ટ્સ સામેની હાર બાદ ચાહકો મુંબઈ ઈન્ડિયન્સ ની સરખામણી પાકિસ્તાન સુપર લીગ ટીમ કરાચી કિંગ્સ સાથે કરી રહ્યા છે. તો ચાલો તમને જણાવીએ કે મુંબઈ ઈન્ડિયન્સ અને પાકિસ્તાન સુપર લીગ ટીમ કરાચી કિંગ્સ વચ્ચેનું કનેક્શન.

પાકિસ્તાન સુપર લીગ (PSL)ની 2022 સીઝનમાં, બાબર આઝમની ટીમ કરાચી કિંગ્સે તેની પ્રથમ 8 મેચોમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો. બાબર આઝમની ટીમને 9મી મેચમાં પ્રથમ વિજય મળ્યો હતો. મજાની વાત એ છે કે બાબર આઝમ પાકિસ્તાની ટીમના કેપ્ટન છે તો ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ રોહિત શર્મા સંભાળી રહ્યો છે. હવે મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની સતત 8મી હારના ચાહકો આ બંનેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.