IPL 2022 : વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ યથાવત

Gujarat Fight

લખનઉ સામે ફરી એકવાર વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું. આ વખતે કોહલી તેની ઇનિંગ્સના પહેલા જ બોલ પર કેચ આઉટ થયો હતો. IPLના ઈતિહાસમાં કોહલી ચોથી વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે. અગાઉ 2008ની IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે, 2014માં પંજાબ કિંગ્સ સામે, 2017માં KKR સામે અને હવે 2022માં લખનઉ સામે કિંગ કોહલી ઇનિંગ્સના પહેલા જ બોલ પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. એટલે કે 5 વર્ષ બાદ કોહલી ‘ગોલ્ડન ડક’નો શિકાર બન્યો છે. આ સિવાય આ 7મી વખત છે જ્યારે કોહલી IPLમાં કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો છે.

દુષ્મંથા ચમીરાએ લખનઉ તરફથી પ્રથમ ઓવર શરૂ કરી હતી. પ્રથમ ઓવરના પાંચમા બોલ પર ચમીરાએ અનુજ રાવતને કેએલ રાહુલના હાથે કેચ કરાવીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી કોહલી ક્રિઝ પર બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ બીજા જ બોલ પર વિરાટે ભૂલ કરી અને બેકવર્ડ પોઈન્ટ પર કેચ થઈ ગયો. બોલરે કોહલીને ફસાવવા માટે ઓફ-સ્ટમ્પ પર શોર્ટ બોલ ફેંક્યો, જેના પર વિશ્વ ક્રિકેટનો દિગ્ગજ બેટ્સમેન ભૂલ કરી બેઠો અને બોલને બાઉન્ડરી બહાર ફેંકવાના ચક્કરમાં બેકવર્ડ પોઈન્ટ પર દીપક હુડાના હાથે કેચ થઈ ગયો. કેચ થયા બાદ કોહલી વિશ્વાસ ન કરી શક્યો અને પોતાની જાત પર હસવા લાગ્યો, જાણે કહેતો હોય કે નસીબ જ નથી. કોહલીના આઉટ થયા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર સતત ટ્વિટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *