IPL : સેન્ટનરને આઉટ કરીને પંજાબનો બોલર ઝુમી ઉઠ્યો

Gujarat Fight

IPL 2022ની 38મી મેચમાં પંજાબ કિંગ્સે સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રને હરાવ્યું હતું. મેચમાં પંજાબનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ શાનદાર બોલિંગ કરીને 4 ઓવરમાં માત્ર 23 રન આપ્યા અને એક વિકેટ પણ લીધી. મેચમાં અર્શદીપે મિશેલ સેન્ટનરને ક્લીન બોલ્ડ કર્યો હતો. તેને આઉટ કર્યા બાદ પંજાબના આ ખેલાડીએ શાનદાર ઉજવણી કરી હતી.

સેન્ટનરને આઉટ કર્યા બાદ અર્શદીપ ઘોડેસવારી કરતો જોવા મળ્યો હતો. તેનું સેલિબ્રેશન જોઈને કોમેન્ટ્રી કરી રહેલા હરભજન સિંહે કહ્યું કે ‘યે પંજાબ કા શેર છે. શાબાશ શેરા, તે અદ્ભુત બોલિંગ કરી. અર્શદીપનું ઘોડેસવારીનું સેલિબ્રેશન લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ચેન્નઈની ટીમ 188 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરી હતી. આવી સ્થિતિમાં તેણે છેલ્લી ઓવરોમાં ઝડપી સ્કોર બનાવવાની જરૂર હતી, પરંતુ અર્શદીપના ઘાતક બોલ પર ધોની, જાડેજા, રાયડુ કોઈનું પણ બેટ ચાલ્યું નહોતું. અર્શદીપે 17મી ઓવરમાં 6 રન અને 19મી ઓવરમાં માત્ર 8 રન આપ્યા હતા. અહીંથી જ જ્યાં સમગ્ર મેચ બદલાઈ ગઈ. છેલ્લી ઓવરમાં ચેન્નઈને જીતવા માટે 27 રનની જરૂર હતી અને જાડેજા-ધોની આ રન બનાવી શક્યા ન હતા.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *