IPL : લખનઉ સુપર જાયન્ટ્સે 20 રનથી પંજાબ કિંગ્સને હરાવ્યું

Gujarat Fight

IPL 2022ની 42મી મેચમાં ડી કૉકની ૪૬ રનની લડાયક ઈનિંગ બાદ બોલરોના અસરકારક દેખાવને સહારે લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને આઇપીએલ ટી-૨૦માં ૨૦ રનથી હરાવ્યું હતુ. જીતવા માટેના ૧૫૪ના આસાન લગતા પડકાર સામે પંજાબની ટીમ ૮ વિકેટે ૧૩૩ રન સુધી જ પહોંચી શકી હતી. પંજાબ તરફથી બેરસ્ટોએ ૩૨ અને અગ્રવાલે ૨૫ રન કર્યા હતા. જ્યારે લખનઉ તરફથી મોહસીને ૨૪ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડયાએ ૧૧ રનમાં અને ચામીરાએ ૧૭ રનમાં બે-બે વિકેટ ઝડપી હતી.

પંજાબના બેટ્સમેનો લાંબી ઈનિંગ રમી શક્યા નહતા અને નિયમિત અંતરે આઉટ થયા હતા. જેના કારણે લખનઉએ લો સ્કોરિંગ મેચમાં રોમાંચક વિજય મેળવ્યો હતો. અગાઉ રબાડાએ માત્ર ૩૮ રનમાં ચાર વિકેટ ઝડપતાં તેમજ સંદીપ શર્માએ ૪ ઓવરમાં માત્ર ૧૮ રન આપીને ૧ વિકેટ મેળવતા પંજાબના બોલરોએ લખનઉની ધરખમ બેટીંગ લાઈનઅપ પર પ્રભાવ પાડયો હતો અને તેમને ૮ વિકેટે ૧૫૩ના સ્કોર સુધી સિમિત રાખ્યા હતા. લખનઉ તરફથી ડી કૉકે ૪૬ અને દીપક હૂડાએ ૩૪ રન કર્યા હતા. આ સિવાયના બેટસમેનો પ્રભાવ પાડી શક્યા નહતા. રબાડાએ રાહુલ (૬), કૃણાલ (૭), બાડોની (૪) અને ચામીરા (૧૭)ની વિકેટ ઝડપી હતી. પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ લખનઉની ટીમને બેટીંગમાં ઉતારી હતી.

રબાડાએ ઈન ફોર્મ ઓપનર રાહુલને ૬ રને વિકેટકિપર જીતેશના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ડી કૉક અને હૂડાની જોડીએ ૮૫ રનની ભાગીદારી કરી હતી. જોકે સંદીપ શર્માએ ડી કૉકની વિકેટ ઝડપતાં લખનઉનો ધબડકો થયો હતો. ડી કૉક ૩૭ બોલમાં ૪ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૪૬ રને આઉટ થયો હતો. જોકે આ સાથે તેમનો ધબડકો થયો હતો. એક તબક્કે ૯૮/૧નો સ્કોર ધરાવતી લખનઉની ટીમ ૧૧૧/૬ પર ફસડાઈ પડયો હતો. ચામીરાએ ૧૦ બોલમાં બે છગ્ગા સાથે ૧૭ રન ફટકાર્યા હતા. મોહસીન ખાને ૬ બોલમાં અણનમ ૧૩ રન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *