IPLમાં ગઈકાલે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચ રમાઈ હતી, જેમાં RCBની ઈનિંગની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી. 2 વિકેટ ગુમાવ્યા બાદ મેક્સવેલ અને ફાફ ડુ પ્લેસિસની જોડી ખૂબ જ આક્રમક દેખાઈ રહી હતી, પરંતુ કૃણાલ પંડ્યાના બોલ પર મેક્સવેલ ખોટો શોટ રમી બેઠો અને જેસન હોલ્ડરે હવામાં છલાંગ મારી એક અદ્ભુત કેચ કરી મેક્સવેલને પેવેલિયન ભેગો કર્યો હતો. કેચ કર્યા બાદ ટીમ ખુશીથી ઝૂમી ઊઠી હતી. લખનઉ ટીમના ટ્વિટર હેન્ડલે તો હોલ્ડરને સુપરમેન ગણાવી દીધો.

આ મેચમાં LSG માટે જેસન હોલ્ડરે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે સુયશ પ્રભુદેસાઈ (10) અને ફાફ ડુ પ્લેસિસ (96)ની વિકેટ લીધી હતી. RCBની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં જેસને 4 રન આપ્યા અને 1 વિકેટ પણ લીધી. IPL 2022ની 31મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે લખનઉ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું છે. લખનઉ સામે મેચ જીતવા 182 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 8 વિકેટના નુકસાને 163 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. કૃણાલ પંડ્યાએ સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. હેઝલવુડે 4 વિકેટ ઝડપી હતી.