IPL : રવિન્દ્ર જાડેજાએ CSKની કેપ્ટનશીપ અધવચ્ચે છોડી

Gujarat Fight

આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે કોઇ ખેલાડીએ આઇપીએલ લીગની અધવચ્ચે કોઇ ટીમની કેપ્ટનશીલ છોડી દીધી હોય અને ફરી જૂના કેપ્ટનને ટીમની જવાબાદારી સોંપવામાં આવી હોય. આઇપીએલ-15 સિરિઝની શરૂઆત પહેલા જ ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ (સીએસકે)ના પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોનીએ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને રવિન્દ્ર જાડેજાના ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જો કે એક વાર ફરી આ સીઝનમાં 8 મેચોમાં કેપ્ટનશીપ ક્યા બાદ જાડેજાએ સીએકે ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે અને આ જવાબદારી ફરી ધોનીને આપવામાં આવી છે.

આઇપીએલ-2022માં રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશીલ હેઠળ ચેન્નઇ સુપર કિંગ્સની ટીમે 8માંથી 6 મેચમાં જીત હાંસલ કરી છે. CSKએ પોતાના નિવેદનમાં કહ્યું, ‘રવીન્દ્ર જાડેજાએ એમએસ ધોનીને અપીલ કરી છે કે તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળે અને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરે. એમએસ ધોનીએ ટીમના હિતમાં આ અપીલ સ્વીકારી લીધી છે અને પોતે જ સુકાનીપદ સંભાળવાનો નિર્ણય લીધો છે. રવીન્દ્ર જાડેજા સામાન્ય રીતે આઇપીએલમાં સારૂ પ્રદર્શન કરતો હતો પરંતુ સુકાનીપદના દબાણમાં તેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. આવી સ્થિતિમાં જાડેજાની ઘણી ટીકા થઈ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *