IPL 2022ની 44 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે હારનો સિલસિલો અટકાવતા આખરે ૯મી મેચમાં પહેલી જીત હાંસલ કરતાં રાજસ્થાન રોયલ્સને પાંચ વિકેટથી પરાજીત કર્યું હતુ. મુંબઈને આખરી ઓવરમાં જીતવા માટે ૪ રનની જરુર હતી, ત્યારે સેને પહેલા જ બોલ પર પોલાર્ડની વિકેટ ઝડપી હતી. જે પછી સૅમ્સે આવતાની સાથે વિજયી સિક્સર ફટકારી હતી. જીતવા માટેના ૧૫૯ રનના ટાર્ગેટ સામે મુંબઈએ ૧૯.૨ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૧ રન નોંધાવતા મેચ જીતી લીધી હતી. ૧૫૯ના ટાર્ગેટનો પીછો કરતાં મુંબઈ તરફથઈ સૂર્યકુમારે ૩૯ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૧ રન નોંધાવ્યા હતા. તિલક વર્માએ ૩૫ અને કિશને ૨૬ રન કર્યા હતા. ટીમ ડેવિડ ૯ બોલમાં ૨૦ રને અણનમ રહ્યો હતો.

અગાઉ ઈંગ્લિશ ઓપનર બટલરે લડાયક દેખાવ કરતાં ફટકારેલા ૬૭ રનની મદદથી રાજસ્થાન રોયલ્સ મુંબઈ ઈન્ડિયન્સ સામે નિર્ધારિત ૨૦ ઓવરના અંતે છ વિકેટે ૧૫૮ રનના સ્કોર સુધી પહોંચી શક્યું હતુ. મુંબઈના બોલરોનો દેખાવ અસરકારક રહ્યો હતો. કુમાર કાર્તિકેયાએ ૪ ઓવરમાં માત્ર ૧૯ રનમાં ૧ વિકેટ ઝડપી હતી. મેરેડિથે ૨૪ રનમાં અને શોકીને ૪૭ રનમાં બે-બે વિકેટ ઝડપી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ રાજસ્થાન રોયલ્સને બેટીંગમાં ઉતાર્યું હતુ. ઓપનર બટલરે શાનદાર દેખાવ જારી રાખતાં ૫૨ બોલમાં ૬૭ રન ફટકાર્યા હતા. જેમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ હતા. જોકે તેને સામેના છેડેથી સાથ મળી શક્યો નહતો. પડિક્કલ (૧૫), સેમસન (૧૬) અને મિચેલ (૧૭) સારી શરૃઆતને મોટી ઈનિંગમાં ફેરવી શક્યા નહતા. બટલરની વિકેટ હૃતિક શોકીને ઝડપી હતી. જ્યારે પરાગ કમાલ કરી શક્યો નહતો અને ૩ રને આઉટ થયો હતો. આખરે અશ્વિને ૯ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૨૧ રન ફટકાર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.