
મુંબઇ ઇન્ડિયન્સ (MI) બુધવારે આઇપીએલ 2022ની 23મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) સામે ટકરાશે. મુંબઇ છેલ્લે બેંગ્લૉર સામે હારી ગઇ હતી, ટીમ અત્યાર સુધી ચારેય મેચ હારી ચૂકી છે, અને પૉઇન્ટ ટેબલમાં નવમા નંબર પર છે. બીજીબાજુ પંજાબને પણ છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે હાર મળી હતી. પંજાબ અત્યાર સુધી ચાર મેચોમાંથી બે જીત સાથે પૉઇન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે.
મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મંગળવારે સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. મુંબઇ અને પંજાબની ટીમો આઇપીએલમાં અત્યાર સુધી 27 મેચોમાં આમને સામને થઇ છે. આમાં 27 મેચોમાંથી મુંબઇ ઇન્ડિયન્સે 14 મેચો જીતી છે, જ્યારે પંજાબની ટીમ 13 મેચોમાં જ જીત હાંસલ કરી ચૂકી છે.