IPL 2022ની 34મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. જેમાં ટોસ હાર્ય પછી પહેલા બેટિંગ કરતા રાજસ્થાનની શરૂઆત શાનદાર રહી હતી. જેમાં જોસ બટલરે સતત બીજી તથા સિઝનની ત્રીજી સદી ફટકારી ઈતિહાસ રચ્યો છે. તેણે આ દરમિયાન 9 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા.

શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જોસ બટલરે આ મેચમાં પણ આક્રમક અંદાજે બેટિંગ કરી છે. તેણે 57 બોલમાં આ IPL સિઝનની સતત બીજી તથા અત્યારસુધીની ત્રીજી સદી ફટકારી હતી. આ દરમિયાન બટલરે કુલ 65 બોલમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગાની સહાયથી 116 રન કર્યા છે.

જોસ બટલર અને દેવદત્ત પડ્ડિકલે પહેલી વિકેટ માટે 155 રનની પાર્ટનરશિપ કરી હતી. આ આક્રમક પાર્ટનરશિપ ખલીલ અહેમદે પડિક્કલ (54)ને આઉટ કરીને તોડી હતી. જોકે, આ જોડીને તોડવા માટે દિલ્હીને લાંબી રાહ જોવી પડી હતી. IPLમાં RR માટે આ સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ છે.
જોસ બટલરનું IPL 2022માં પ્રદર્શન :-
35 રન VS સનરાઈઝર્સ હૈદરાબાદ
100 રન VS મુંબઈ ઈન્ડિયન્સ
70* રન VS રોયલ ચેલેન્જર બેંગલોર
13 રન VS લખનઉ સુપર જાયન્ટ્સ
54 રન VS ગુજરાત ટાઈટન્સ
103 રન VS કોલકાતા નાઈટ રાઈડર્સ
116 રન VS દિલ્હી કેપિટલ્સ