IPL ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે

Gujarat Fight

શનિવારે IPL 2022ના પ્લેઓફ અને ફાઈનલ મેચના આયોજન અંગે BCCIએ ખાસ બેઠક કરી હતી. એપેક્સ કાઉન્સિલની આ મિટિંગમાં બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ જણાવ્યું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તથા કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પ્લેઓફ મેચનું આયોજન કરાશે. આ મેચમાં 100 ટકા દર્શકોને પ્રવેશ મળશે એવી માહિતી સામે આવી રહી છે. તે જ સમયે, લખનઉના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં મહિલા ચેલેન્જર્સનું આયોજન કરવામાં આવશે.


અમદાવાદમાં ક્વોલિફાયર-2 અને IPLની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ દરમિયાન વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 100 ટકા દર્શકોને પ્રવેશ મળી શકે છે. કોલકાતામાં ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ રમાશે. અહીં પણ સ્ટેડિયમની ક્ષમતા અનુસાર આ મેચ દરમિયાન 100 ટકા દર્શકો મેચ જોઈ શકશે.

BCCI પ્રમુખ ગાંગુલીએ કહ્યું કે મહિલા ચેલેન્જર્સ સિરીઝ 24-28 મે દરમિયાન લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે. જ્યાં સુધી પુરુષોની IPL નોક-આઉટ તબક્કાની મેચોની વાત છે તો તે કોલકાતા અને અમદાવાદમાં યોજાશે. વળી મે મહિનામાં લીગ રાઉન્ડના સમાપન પછી રમાતી મેચો માટે 100% દર્શકોને પ્રવેશ કરવાની મંજૂરી અપવામાં આવી છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *