IPL : આ 4 ટીમ કરશે પ્લેઓફમાં ક્વોલિફાઈ- ડેનિયલ વિટોરી

Gujarat Fight

આઈપીએલ 2022માં કુલ 70 લીગ (IPL 2022 League Matches) મેચ પૈકીની અડધીથી વધારે મેચ રમાઈ ગઈ છે. આ મેચ પૈકીની હવે 39 મેચના પરિણામો (IPL 2022 Point Table) પરથી હવે લોકો રોજ નવા નવા અનુમાન કરી રહ્યા છે. પોઈન્ટ ટેબલ પર હાલની સ્થિતિને જોતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન ડેનિયલ વિટોરીએ (Daniel Vettori) અનુમાન કર્યુ છે કે આ ચાર ટીમો આઈપીએલના પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરશે.

વિટોરીએ જણાવ્યું છે કે રાજસ્થાન રૉયલ્સ, ગુજરાત ટાઈટન્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોર આઈપીએલ 2022ના પ્લેઓફમાં પહોંચશે. આઈપીએલ 2022માં ગઈકાલે રાજસ્થાનની જીત બાદ તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. 8 મેચમાંથી રાજસ્થાન રોયલ્સ 6 જીત અને 2 હાર સાથે +0561ની રન રેટ સાથે 12 પોઈન્ટ પર ટોચ પર છે તે તો ગુજરાત 7 મેચમાં 6 જીત સાથએ 12 પોઈન્ટ અને +0.396ની રનરેટ સાથે બીજા ક્રમે છે.

એસઆરએચ 7 મેચમાં 5 જીત સાથે 10 પોઈન્ટ મેળવી +0.691ની રન રેટ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે એલએસજી 8 મેચમાં 5 જીત સાથે +0.334ની રન રેટ અને 10 પોઈન્ટ સાથે ચોથા નંબરે છે. પાંચમા નંબરે આરસીબી 9 મેચમાં 5 જીત અને 10 પોઈન્ટ સાથે -0.572ની રન રેટ સાથે પાંચમા નંબરે છે. પંજાબ કિંગ્સ 8 મેચમાં 4 જીત સાથે -0.419ની રન રેટ અને 8 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબરે છે.

જ્યારે દિલ્હી કેપિટલ્સ 7 મેચમાં 3 જીત અને +0.715ની રપનરેટ સાથે 6 પોઈન્ટ મેળવી સાતમા નંબરે છે. કેકેઆર 8 મેચમાં 3 જીત અને 6 પોઈન્ટ સાથે +0.080ની રનરેટ સાથે આઠમાં નંબરે છે. ચેન્નાઈ સુપરકિંગ્સ 8 મેચમાં 2 જીત અને 6 હાર સાથે -0.538ની રન રેટ સાથે ચાર પોઈન્ટ સાથે નવમાં નંબરે છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 8 મેચમાં તમામ મેચ હારી અને -1.000ની રન રેટ સાથે પોઈન્ટ ટેબલ પર સૌથી અંતમાં છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *