IPL : આજે સનરાઇઝ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન ટકરાશે

Gujarat Fight

શાનદાર ફોર્મમાં રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ બુધવારે આઇપીએલના લીગ મુકાબલા માટે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેદાનમાં ઊતરશે ત્યારે પોતાને પ્રારંભિક તબક્કામાં મળેલા પરાજયનો હિસાબ સરભર કરવાના ટાર્ગેટ રાખશે. હાદિર્ક પંડયાના નેતૃત્વ હેઠળની ગુજરાતની ટીમે સાત મેચમાં છ વિજય હાંસલ કર્યા છે અને હૈદરાબાદ સ ામે એકમાત્ર પરાજય મળ્યો છે. બીજી તરફ પ્રથમ બે મેચ હાર્યા બાદ સતત પાંચ વિજય મેળવનાર હૈદરાબાદની ટીમ ગુજરાતને પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમેથી ખસેડીને પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનો ઇરાદો રાખશે. બન્ને ટીમ પાસે મજબૂત પેસ બોલિંગ આક્રમણ છે અને બન્ને વચ્ચે રોમાંચક મુકાબલાની પૂરેપૂરી સંભાવના છે.

ગુજરાતનો લોકી ફગ્ર્યુસનની ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની રફતારનો જવાબ હૈદરાબાદનો યુવા ભારતીય બોલર ઉમરાન મલિક લગભગ એટલી જ સ્પીડથી આપશે તેમાં કોઈ શંકા નથી. જોકે આ મામલે હૈદરાબાદનું પલડું ભારે જણાય છે જેણે પોતાના છેલ્લા મુકાબલામાં સ્ટાર્સથી ભરેલી બેંગ્લોરની ટીમને માત્ર ૬૮ રનમાં તંબુ ભેગી કરી દીધી હતી. સાઉથ આફ્રિકાનો માર્કેા જાનસેન એકસટ્રા બાઉન્સની સાથે બોલને ખૂબીથી સ્વિંગ કરે છે અને ઉમરાન રફતારનો સૌદાગર બન્યો છે. યોર્કર નિષ્ણાત નટરાજન સાત મેચમાં ૧૫ વિકેટ ઝડપી ચૂકયો છે. સિનિયર બોલર ભુવનેશ્વર પણ રિધમમાં છે. હૈદરાબાદની મુખ્ય સમસ્યા સ્પિન બોલિંગ છે.

ઈજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરના સ્થાને જગદીશ સૂચિથ મોર્ચેા સંભાળી રહ્યો છે. સ્પિનના મામલે ગુજરાત પાસે રાશિદ ખાન છે પરંતુ અફઘાનિસ્તાનનો આ સ્પિનર વર્તમાન લીગમાં વધારે વિકેટો હાંસલ કરી શકયો નથી. ફગ્ર્યુસનને મોહમ્મદ શમીનો સાથ મળી રહ્યો છે જેણે સાત મેચમાં દસ વિકેટ ઝડપી છે. હાદિર્કની ટીમ પાસે પાવરપ્લેની બેટિંગ સૌથી મોટી ચિંતા છે. શુભમન ગિલ સાત મેચમાં ૨૦૭ રન બનાવી શકયો છે. મેથ્યૂ વેડ અને રિદ્ધિમાન સાહાનુ પ્રદર્શન એવરેજ રહ્યું છે. હૈદરાબાદ પાસે લાંબી બેટિંગ લાઇનઅપ છે અને સુકાની વિલિયમ્સન સહિત તમામ ઉપયોગી રન બનાવી રહ્યા છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *