આઇપીએલમાં આજે રાજસ્થાન રૉયલ્સ (RR) અને દિલ્હી કેપિટલ્સ (DC) ની વચ્ચે ટક્કર થશે. આ આઇપીએલની 34મી મેચ હશે. આ મેચમાં આત્મવિશ્વાસથી ભરેલી દિલ્હીની ટીમ રાજસ્થાન સામે વધુ એક વિજય મેળવવા મેદાનમાં ઉતરશે.
હાલની ટૂર્નામેન્ટમાં રાજસ્થાનની ટીમે અત્યાર સુધી 6 મેચોમાંથી 4માં જીત સાથે 8 પૉઇન્ટ મેળવીને પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. તો દિલ્હીની ટીમ હજી 6 માંથી 3 જીત અને 3 હાર સાથે 6ઠ્ઠા નંબર પર છે.

દિલ્હી અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધી કુલ 24 મેચો રમાઇ છે, આમાથી 12માં દિલ્હીની જીત થઇ છે, તો 12 મેચોમાં રાજસ્થાનને જીત હાંસલ કરી છે. આ સિઝનમાં બન્ને ટીમો પહેલીવાર આમને સામને થશે.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન :-
પૃથ્વી શો, ડેવિડ વોર્નર, ઋષભ પંત(C), રોવમેન પોવેલ, લલિત યાદવ, સરફરાજ ખાન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહમાન, ખલીલ અહમદ
રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન :-
જોસ બટલર, દેવદત્ત પડ્ડિકલ, સંજૂ સેમસન(C), કરુણ નાયર, શિમરોન હેટમેર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેટ બોલ્ડ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝર્વેન્દ્ર ચહલ, ઓબેદ મૈકોય