IPL: આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો

Gujarat Fight

ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. 15મી સિઝનમાં આ બીજી વખત હશે જ્યારે બંને ટીમો એકબીજા સામે ટકરાશે. અગાઉની મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકત્તાને 44 રને હરાવ્યું હતું. બંને ટીમો માટે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આ મેચ ખૂબ મહત્વની છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તાએ જીત સાથે શરૂઆત કરી હતી. પરંતુ બંને ટીમો સારુ પ્રદર્શન કરી શકી નથી. પોઇન્ટ ટેબલ્સમાં તો દિલ્હી અને કોલકાતા ટોપ-4માંથી બહાર છે. અત્યાર સુધી કોલકત્તાની ટીમ આઠ મેચમાંથી 3માં જીત અને 5માં હાર મેળવી ચૂકી છે.6 પોઈન્ટ સાથે ટીમ ટેબલ પોઈન્ટમાં 8મા નંબર પર છે.

બીજી તરફ દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધીમાં 7 મેચ રમી છે જેમાં ત્રણમાં જીત અને 4માં હાર મેળવી ચૂકી છે. 6 પોઈન્ટ સાથે દિલ્હીની ટીમ સાતમા સ્થાને છે. વાનખેડે સ્ટેડિયમની પીચ હંમેશા બેટ્સમેનોને અનુકૂળ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનારી ટીમ ફાયદામાં રહેશે. આ મેદાન પર રમાયેલી છેલ્લી પાંચ મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો વિજય થયો છે.

દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન :-

પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ઋષભ પંત(C), રોવમૈન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહમાન/એનરિક નોર્ત્ઝે, ખલીલ અહમદ

કોલકત્તાની સંભવિત પ્લેઇંગ ઇલેવન :-

વેંકટેશ ઐય્યર, સેમ બિલિંગ્સ/ એરોન ફિંચ, શ્રેયસ ઐય્યર(C), નીતિશ રાણા, રિંકુ સિંહ/ શેલ્ડન જેક્સન, આંદ્રે રસેલ, સુનીલ નરેન, શિવમ માવી, ઉમેશ યાદવ, ટિમ સાઉથી/ પેટ કમિન્સ, વરુણ ચક્રવર્તી


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *