IPL : આજે ચેન્નઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ ટકરાશે

Gujarat Fight

આજે ચેન્નઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઇપીએલની મેચ રમાશે. આઇપીએલમાં અત્યાર સુધીમાં ચેન્નઇ સુપરકિંગ્સનું પ્રદર્શન કાંઇ ખાસ રહ્યું નથી. ચેન્નઇ અત્યાર સુધીમાં સાતમાંથી બે મેચ જ જીતી શકી છે જ્યારે પંજાબ કિંગ્સ સાત મેચમાંથી ત્રણ મેચમાં જીત હાંસલ કરી શકે છે. પંજાબ આઇપીએલ પોઇન્ટ ટેબલમાં આઠમા સ્થાન પર છે જ્યારે ચેન્નઇ નવમા સ્થાન પર છે. સીઝનમાં 11મી મેચમાં બંન્ને ટીમો ટકરાઇ હતી જેમાં પંજાબે 54 રનથી મેચ જીતી હતી.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ આ સિઝનમાં બોલિંગ કે બેટિંગમાં સારુ પ્રદર્શન કરી શકી નથી. કેપ્ન જાડેજા પણ સારુ પ્રદર્શન કરી શક્યો નથી. છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ત્રણ વિકેટથી મળેલી શાનદાર જીત અને તેમાં ધોનીના સારા પ્રદર્શનથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. ધોનીએ છેલ્લી ઓવરમાં એક સિક્સર અને બે ફોર ફટકારીને ટીમને જીત અપાવી હતી. ચેન્નઈની નબળી કડી તેમની બોલિંગ રહી છે પરંતુ મુંબઈ સામે તેમના બોલરોએ વધુ સારું પ્રદર્શન કર્યું હતું.

ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીએ ત્રણ વિકેટ ઝડપી હતી. ડ્વેન બ્રાવોએ પણ તેની યોગ્યતા સાબિત કરી. કેપ્ટન જાડેજા બેટ કે બોલથી પ્રભાવિત પ્રદર્શન કરી શક્યો નથી. શ્રીલંકાના સ્પિનર ​​મહિષ તિક્ષણાએ સારી બોલિંગ કરી છે. યુવા બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ અત્યાર સુધી ગુજરાત ટાઇટન્સ સામે 73 રન સિવાય સારો દેખાવ કરી શક્યો નથી. ઓલરાઉન્ડર મોઈન અલી અને શિવમ દુબેએ સારુ પ્રદર્શન કરવું પડશે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *