દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ કંપની HDFCએ આજે વ્યાજના દરમાં વધારાની જાહેરાત કરી છે. વધારો સામાન્ય 0.05 ટકાનો છે પણ આ સૂચિત કરે છે કે દેશમાં હવે સરળ અને સસ્તા ધિરાણનો સમય પૂરો થયો છે. એપ્રિલમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ વ્યાજ દરમાં વધારો કર્યો હતો. સત્તાવાર રીતે રિઝર્વ બેન્કે વ્યાજ દર નથી વધાર્યો અને સંકેત પણ નથી આપ્યો કે ક્યારે વધારશે. મોંઘવારીની ચિંતા વચ્ચે રિઝર્વ બેન્કે આર્થિક વિકાસને પ્રાધાન્ય આપી હળવા વ્યાજની નીતિ ચાલુ રાખી છે.

જોકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ કોરિયા જેવા દેશોએ દાયકામાં સૌથી ઊંચા ફુગાવાના કારણે વ્યાજનો દર વધાર્યો છે. આ સપ્તાહમાં અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠક મળશે જેમાં વ્યાજ 0.50 ટકા વધે એવી શક્યતા છે. દુનિયામાં મોંઘવારી વધી રહી છે એટલે તેને ડામવા નાણાંની કિંમત વધારવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ રિઝર્વ બેંક વ્યાજ દર વધારે તેવી શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.