દેશમાં કોરોના સામે યુદ્ધ ચાલી રહ્યું છે. માસ્કને લઈને વેક્સિનને લઈને સતત જાગરુત કરવામાં આવી રહ્યાં છે. મીડિયાના સૂત્રોના અહવેલાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જે અંતર્ગત ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ 6-12 વર્ષના બાળકોને કોવેક્સિનની મંજૂરી આપી દીધી છે. કોવેક્સિન હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે તૈયાર કરી છે.

હાલમાં, કોવેકસિન 12-14 વર્ષની વયના બાળકોને આપવામાં આવે છે. આ વર્ષે 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકો માટે વેક્સિનેશન શરૂ થયું છે. તેમને કોવેકસિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જો કે, પાછળથી આ અભિયાનને 16 માર્ચથી લંબાવવામાં આવ્યું હતું, જેમાં 12-14 વર્ષના બાળકોનો સમાવેશ થતો હતો. તેમને Corbevax આપવામાં આવે છે. આ રીતે હવે દેશમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોરોનાની બે વેક્સિન મળી રહી છે.
કોરોનાની ચોથી લહેર અને બાળકોમાં વધતા સંક્રમણ વચ્ચે આને મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે. કારણ કે હાલની પરિસ્થિતિમાં સૌથી વધુ મુશ્કેલી શાળાએ જતા નાના બાળકો પર છે. તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્ર સરકારે 16 માર્ચથી 12-14 વર્ષના બાળકોને કોર્બેવેક્સ વેક્સિનની મંજૂરી આપી હતી.