રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ લિમિટેડે ફ્યુચર ગ્રુપની 19 કંપનીઓને ખરીદવાની ડીલ રદ્દ કરી દીધી છે. ફ્યુચર ગ્રુપે 24714 કરોડ રૂપિયામાં આ ડીલ ફાઈનલ કરી હતી. રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ લિમિટેડે શનિવારે એક નિયામક ફાઈલિંગમાં કહ્યું હતું કે સુરક્ષિત લેણદારો- મુખ્ય રૂથી બેન્ક અને ફાઈનાન્સિયલ સંસ્થાનો દ્વારા ફ્યુચર ગ્રુપની લાઈનસર સંસ્થાઓનાં 24713 કરોડ રૂપિયાનાં વહેંચાણની અસ્વીકૃતિ બાદ સોદાને લાગુ કરવામાં નહીં આવે.

ઓગસ્ટ 2020માં ફ્યુચર ગ્રુપે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડને રિટેલ, હોલસેલ, લોજીસ્ટીક્સ અને વેરહાઉસિંગ સેગમેન્ટમાં કામ કરનાર 19 કંપનીઓને વહેંચવા માટે 24713 કરોડ રૂપિયાની ડીલની ઘોષણા કરી હતી. સ્ટોક એકસચેંજો સાથેના એક ફાઈલિંગમાં, આરઆઈએલે કહ્યું હતું કે રિલાયન્સની સહાયક કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડને ફ્યુચર ગ્રુપના રિટેલ, હોલસેલ, લોજીસ્ટીક્સ અને વેરહાઉસિંગ વ્યવસાયનાં ટ્રાન્સફરની વ્યવસ્થાની યોજનાને હાલમાં લાગુ કરવામાં આવી શકે નહીં.
રિલાયન્સે કહ્યું કે આ વિષય પર સ્ટોક એકસચેંજોએ અમારી 29 ઓગસ્ટ, 2020ની સૂચના બાદ અમે તમને સૂચિત કરવા માંગીએ છીએ કે ફ્યુચર રિટેલ લિમિટેડ અને યોજનામાં સામેલ અન્ય કંપનીઓની ફ્યુચર ગ્રુપ કંપનીઓએ પરિણામોની સૂચના આપી છે. તેમના શેરધારકો અને લેણદારો દ્વારા તેમની સંબંધિત બેઠકોમાં સ્કીમ ઓફ અરેન્જમેન્ટ પર મતદાન કર્યું હતું. આ પરિણામો અનુસાર, એફઆરએલના શેરધારકો અને અસુરક્ષિત લેણદારોએ યોજનાનાં પક્ષમાં મતદાન કર્યું હતું. પરંતુ એફઆરએલનાં સુરક્ષિત લેણદારોએ આ યોજના વિરુદ્ધ મતદાન કર્યું હતું. આ ધ્યાનમાં રાખતા, સ્કીમ ઓફ અરેન્જમેન્ટને લાગૂ કરવામાં આવશે નહીં. રિલાયન્સનાં આ એલાન બાદ ફ્યુચર ગ્રુપને ઝટકો આગી શકે છે. આની અસર શેર માર્કેટમાં પણ જોવા મળી શકે છે.