AHMEDABAD : સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આર્મી પ્રોગ્રામ યોજાયો

Gujarat Fight

અમદાવાદમાં શહેરીજનોને પર્યાવરણ અને નદી પ્રત્યે જાગૃતતા લાવવા માટે સાબરમતી નદીના પટાંગણમાં ઇન્ડિયન આર્મી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે શહેરીજનોને સૈનિક જીવનનો અનુભવ કરાવવા નો યોર આર્મી પ્રોગ્રામનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનો, આર્મીના જવાનો તેમજ એન.સી.સી.ના લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અમદાવાદ શહેરના મેયર કિરીટકુમાર પરમાર, સા.રી.ફ. ડે. કો. લીના ચેરમેન કેશવ વર્મા (આઈ, એ. એસ-રિટાયર્ડ), મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા (આઈ, એ. એસ), મેજર જનરલ મોહિત વાધવા,જનરલ ઓફિસર ઈન કમાન્ડિંગ તેમજ ઉચ્ચ અધિકારીનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં આર્મીના જવાનો દ્વારા મિલિટ્રી પાઇપ બેન્ડ, બીટ બોક્સિંગ, સિંગિંગ, નૃત્ય તેમજ સરહદ પર ઉપયોગમાં આવતી વિવિધ યોજના તેમજ કરતબ દર્શાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગોરખા રેજિમેન્ટ દ્વારા ખુકરી નૃત્ય પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આર્મીના જવાનો દ્વારા આતંકવાદીઓને પકડવાની રણનીતિ તેમજ સરહદ પર જવાનો મુશ્કેલીનો સામનો કરીને કેવી રીતે આતંકવાદીનો તેમજ દેશના દુશ્મનોનો સામનો કરે છે તે વિષય પર એક વાસ્તવિક ચિત્ર દર્શાવતું નાટક રજૂ કર્યું હતું. આ ઉપરાંત સરહદ પર ઉપયોગમાં આવતા વિવિશ આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. તેમજ આર્મીમાં જોડાવા ઇચ્છુક યુવાનોને આર્મીમાં પોતાની કારકિર્દી બનાવવા વિષે માહિતી આપવા માટે ઇન્ફર્મેશન બુથ પણ ઉભા કરવામાં આવ્યું હતું.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *