વિશ્વના છઠ્ઠા નંબરના શ્રીમતં અને દેશના પહેલા નંબરના શ્રીમતં વ્યકિત ગૌતમ અદાણીએ કહ્યું છે કે, ભારતમાં ૧૦,૦૦૦ દિવસમાં ૩૦ ટિ્રલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની ક્ષમતા છે. અદાણીએ કહ્યું કે ભારતીય શેરબજારનું મૂડીકરણ ૨૦૫૦ સુધીમાં ૪૦ ટિ્રલિયન થઈ જશે. અને જો આમ થઇ જશે તો ભારતમાંથી ગરીબી નાબુદ થઇ જશે. ભારતમાં કોઈ ભૂખ્યું સુઈ નહિ જાય. તેમણેએક આર્થિક સંમેલનમાં આ વાત કહી હતી.

ગૌતમ અદાણીએ કહ્યું, અમે ૨૦૫૦થી લગભગ ૧૦,૦૦૦ દિવસ દૂર છીએ. આ સમય દરમિયાન મને લાગે છે કે આપણે આપણી અર્થવ્યવસ્થામાં ૨૫ ટિ્રલિયન ડોલરનો ઉમેરો કરીશું. આનો અર્થ એ છે કે જીડીપીમાં દરરોજ ૨.૫ બિલિયન ઉમેરવું. મને એમ પણ લાગે છે કે આ સમય દરમિયાન આપણે દરેક પ્રકારની ગરીબી દૂર કરીશું. તેમણે કહ્યું કે, ૨૦૫૦ સુધીમાં, જેમ કે તેનો અંદાજ છે, ભારત ૩૦ ટિ્રલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. અદાણીના મતે ભારત એવો દેશ પણ બની જશે યાં કોઈ ભૂખ્યા સૂશે નહીં.
તેમણે કહ્યું કે ભારત આ લયાંક ૧૦,૦૦૦ દિવસમાં હાંસલ કરવામાં સક્ષમ છે. અદાણીના મતે, જો બધું અનુમાન મુજબ થાય છે, તો આ ૧૦,૦૦૦ દિવસોમાં, શેરબજારનું મૂડીકરણ ૪૦ ટિ્રલિયન થઈ જશે. આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન શેરબજારની મૂડીમાં દરરોજ ૪ બિલિયનનો વધારો થશે. ગૌતમ અદાણીના મતે, ૧૪૦ કરોડ લોકોના જીવનધોરણમાં સુધારો કરવો એ ટૂંકા ગાળામાં મેરેથોન જેવું લાગે છે પરંતુ લાંબા ગાળે તે એક સ્પ્રિન્ટ છે.