
ઝાકા અશરફે ખુલાસો કર્યો છે કે વર્ષ 2012ની દ્વિપક્ષીય સીરિઝ દરમિયાન તેમણે પાકિસ્તાની ખેલાડીઓની ગતિવિધિઓને લઈને શંકા હતી. એટલા માટે તેમણે દરેક ખેલાડી સાથે તેમની પત્નીઓને મોકલવાની વ્યવસ્થા કરી.
Zaka Ashraf Statement: પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ ઝાકા અશરફે પોતાના એક સનસનીખેજ નિવેદનમાં પાકિસ્તાન ટીમ માટે અનેક મોટા ખુલાસા કર્યા છે. ઝાકા અશરફના મતે પીસીબીએ વર્ષ 2012માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભારત પ્રવાસ પર ખેલાડીઓની પત્નીને જાસૂસી કરવા મોકલી હતી. આ નિવેદન બાદ ખળભળાટ મચી ગયો છે. ઝાકા અશરફે જણાવ્યું કે વર્ષ 2012-13માં ભારત પ્રવાસ પર પીસીબીએ પાકિસ્તાની ક્રિકેટરોની સાથે તેમની પત્નીઓને મોકલવામાં આવી હતી, જેથી ખેલાડીઓ પર નજર રાખી શકાય.