ઉનાળામાં તડકાને કારણે થાક અને આળસ આવે છે. કોઈ કામ ના હોય તો ઉનાળમાં બપોરના સમયે ઊંઘ આવે છે. પરંતુ બપોરે સૂવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. દિલ્લીના બાપુ નેચર ક્યોર હોસ્પિટલ અને યોગાશ્રમમાં આયુર્વેદાચાર્ય અને એચઓડી ડો. રશ્મિ ચતુર્વેદીનું કહેવું છે કે, આયુર્વેદમાં ઉનાળામાં બપોરના સમયે અમુક લોકોએ સૂવું ના જોઈએ. જે લકો જમીને તરત જ સુઈ જાય છે તે લોકોને ભોજન બરાબર પચતું નથી જેને લઈને અમુક સમસ્યા થઇ જાય છે. બપોરે જમીને સુઈ જવાથી શરીરમાં ન્યુટ્રીશન મળતું નથી અને પાચનમાં સમસ્યા થઇ જાય છે, તેથી પ્રયાસ કરો કે રાતે ઊંઘ પુરી થઇ જાય અને દિવસે સૂવું ના પડે.ડો. રશ્મિ બતાવે છે બપોરે સુવાથી થતું નુકસાન.

જો દિવસે જમીને સુઈ જવાની આદત હોય તો જમવાનું બરાબર પચતું નથી. જેના કારણે અપચો, ગેસ અને કબજિયાત જેવી સમસ્યા રહે છે. ડો. રશ્મિનું કહેવું છે કે, ઉનાળામાં ગરમીના કારણે થાક પણ લાગે છે. તેથી લોકો થાક દૂર કરવા દિવસે સુવાનું પસંદ કરે છે. જયારે જમવાનું બરોબર પચતું નથી ત્યારે મોટાપો વધી જાય છે અને ડાયાબિટીસની સમસ્યા થવા લાગે છે. તેથી બપોરે સૂવાથી બચવું જોઈએ. આયુર્વેદમાં ત્રણ પ્રકૃતિના લોકો બતાવવામાં આવ્યા છે જેમાં વાત, પિત્ત અને કફ છે. અહીં તમને જણાવવામાં આવી રહ્યું છે કે કયા પ્રકારના વ્યક્તિ દિવસ દરમિયાન બિલકુલ ઊંઘી શકતા નથી અને કોણ સૂઈ શકે છે.
જે લોકોને કફની સમસ્યા રહેતી હોય છે તેમણે ઉનાળાની ઋતુમાં દિવસ દરમિયાન બિલકુલ ન સૂવું જોઈએ. કફ ધરાવતા લોકો જાડા અને સુસ્ત હોય છે. આ પ્રકૃતિના લોકો ધીમે ધીમે ચાલે છે અને ધીમે-ધીમે બીજા કામ કરે છે. જો આ લોકો દિવસ દરમિયાન સૂઈ જાય તો કફ વધે છે અને પાચન યોગ્ય રીતે થતું નથી. આ જ કારણ છે કે આ લોકોમાં સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ વધે છે. જેઓ વાત પ્રકૃતિના હોય છે તેઓમાં કફ વધે છે અને વાત બેલેન્સ રહે છે. વાત સ્વભાવના લોકો ઝડપથી બોલે છે, તેઓ દરેક બાબતમાં ઝડપી હોય છે, તેઓ માનસિક રીતે ઝડપી હોય છે, એક વાતને વળગી રહેતા નથી. તેમનું મન ચાલતું હોય છે. વાત પ્રકૃતિના લોકો બપોરે ભોજન કર્યાના બે કલાક પછી માત્ર અડધો કલાક જ સૂઈ શકે છે.