ઘણા લોકો દાંતની સફાઇને લઈને એટલા સિરિયસ નથી હોતા ગમે તે ટુથબ્રશ અથવા ટૂથપેસ્ટનો ઉપયોગ કરી લે છે. 2 થી 4 મિનિટ સુધી દાંત પર બ્રશ કરીને મોઢું ધોઈ લે છે. બ્રશ કરવા છતાં પણ દાંતની સફાઈ બરાબર કરવામાં આવતી નથી. શું તમે ક્યારે પણ જોયું છે કે, તમે કઇ પણ ખાધું હોય છે તેનો ટુકડો મોઢામાં ફસાયો તો નથી. જો તમે પણ આ ચેક ના કરતા હોય તો ચેતી જજો. દાંતના કારણે ઓરલ હાઇજીનના કારણે હાર્ટએટેકની શક્યતા રહે છે.
ડેન્ટલ સર્જન ડો.જે.કે.ભગત કહે છે કે, લોકો દાંતની સફાઇને લઈને લાપરવાહ રહે છે. જે લોકોની ઉંમર 40 વર્ષથી ઉપર છે તે લોકોએ દાંતને લઈને એલર્ટ રહેવું જોઈએ. જો ઓરલ હાઇજીન બરાબર નથી થઇ રહ્યું તો દાંત પર પ્લાક થઇ જાય છે તે પછી ટાર્ટરમાં ફેરવાઈ જાય છે. દાંત પર પ્લાક અથવા ટાર્ટર થવાની સ્થિતિમાં દાંતમાં બેક્ટેરિયા થઇ જાય છે. આ બેકટેરિયા આપણા લોહીમાં મિક્સ થઇ જાય છે જે ધીરે-ધીરે હાર્ટ વોલ્વને નુકસાન પહોંચાડવા લાગે છે. જેના અકરને હાર્ટ વોલ્વમાં હોલ થઇ જાય છે. આ સ્થિતિમાં સબ એક્યુટ એન્ડોકાર્ડિટીસ કહે છે. જે પહેલા હાર્ટથી જોડાયેલ બીમારી હોય તે લોકોને હાર્ટ એટેક આવી શકે છે.

નવી દિલ્લીમાં આવેલી પાર્ક હોસ્પિટલના ડેન્ટલ સર્જન ડો.કોમળ ગુલિયા કહે છે કે,પ્લાક ફેફસા સુધી પહોંચી શકે છે જેના કારણે ન્યુમોનિયા થઇ શકે છે. પ્લાકમાં રહેલા બેક્ટેરિયા બ્લડ ક્લોટ થઈ શકે છે. જેના કારણે બ્રેઈન સ્ટ્રોક થવાની પણ શક્યતા છે. ઘણા સંશોધનોમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે મહિલાઓ દાંતના રોગોથી પીડિત હોય છે તેમને બ્રેસ્ટ કેન્સરની પણ શક્યતા રહેલી છે.
ઘણા લોકો દાંત સાફ કરાવતા નથી. ડો. ભગત કહે છે કે, એવી માન્યતા લોકોમાં છે કે દાંત સાફ કરવાથી પેઢા નબળા પડી જાય છે. કેટલાક લોકો તો એવું પણ કહે છે કે દાંત હલી જાય છે. પરંતુ આ સાચું નથી. દાંત પીળા પડી ગયા હોય તો સાફ દેખાય છે કે, દાંત પર પ્લાક જમા થઇ ગયોઃ છે. એટલે નુકસાન પહોચાડનાર બેક્ટેરિયા છે. દાંત પીળા થઇ જવાથી કમજોર થઇ જાય છે. જયારે આપણે કંઈક ખાઈએ અથવા પિઈએ છીએ ત્યારેપ્લાકની અંદર બેક્ટિરિયા એસિડ છોડે છે. જે આખી ડાયજેસ્ટિવ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે.