ડાયાબિટીસનાં દર્દીઓએ લાઈફસ્ટાઈલની સાથે સાથે પોતાના ખાનપાનમાં પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. જો તમે જરાક પણ બેદરકારી કરી, તો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. ડાયાબિટીસનાં દર્દીઓ માટે એ જાણવું જરૂરી છે કે ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ અને ક્યા ખોરાનું સેવન ન કરવું જોઈએ. આવામાં આજે અમે તમને જણાવશું શુગર પેશન્ટનાં બપોરાના ડાયેટ વિષે. તો આવો જાણીએ ડાયાબિટીસનાં દર્દીઓએ બપોરની થાળીમાં ક્યા ખોરાકને સામેલ કરવો જોઈએ.

ડાયાબિટીસનાં દર્દીઓએ બપોરના ખાવામાં અનાજ અને દાળનો સમાવેશ ચોક્કસથી કરવો જોઈએ. આના સેવનથી ડાયાબિટીસનાં દર્દીઓને પોટેશિયમ, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળે છે. શુગર પેશન્ટ જો પોતાના ડાયેટમાં લીલા શાકભાજીનો સમાવેશ કરે જેવાકે મેથી, પાલક, દુધી, તુવેર અને કારેલા, તો તે તેમના માટે ખૂબ ફાયદાકારક રહેશે. આ બધા શાકભાજીમાં ઓછી કેલરી અને વધારે પોષક તત્વો હોય છે. સાથે જ તેમાં એંટી ઓક્સીડંટ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
દહીં ખાવું તો ઘણા લોકોને અત્યંત પસંદ હોય છે. જો થાળીમાં દહીં મળી જાય તો ખાવાની મજા જ ડબલ થઇ જાય છે. આ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. ખાસકરીને શુગરનાં દર્દીઓ માટે તો આ ખૂબ જ ફાયદાકારક છે. તમે દહીં બપોરના ભોજનમાં જરૂર સામેલ કરો. આમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન અને ઘણા પોષકતત્વો હોય છે. આ સાથે જ તેમાં સીએલએ પણ હોય છે, જે બ્લડ શુગરને ઘટાડવામાં મદદરૂપ છે. સાથે જ વજન ઘટાડવાથી લઈને ઈમ્યૂનીટી મજબૂત કરવામાં પણ સહાયતા આપે છે.