આજની લાઇફસ્ટાઇલ મુજબ લોકો કસરત કરે છે અથવા તો જિમમાં જઈને કસરત કરે છે. જિમ જતા લોકો એનું વધુ ધ્યાન કસરત કરવામાં જ લગાવતા હોય છે. બહુ જ ઓછા લોકોને આ જાણકારી હોય છે જીમમાં જતા પહેલા અને જીમથી આવ્યા બાદ કઇ વસ્તુનું સેવન કેટલા પ્રમાણમાં કરવું જોઈએ. આ એટલા માટે કરવામાં આવે છે કારણકે વર્કઆઉટ કરવા માટે શરીરને એનર્જીની જરૂરત હોય છે.

ડાયટિશિયન ડો. કામિની સિન્હાએ જણાવ્યું હતું કે, જિમ અથવા કસરત પહેલા ગ્લુકોઝ અથવા પેક્ડ જ્યુસની બદલે ડાયેટ કેવું હોવું જોઈએ. જિમ અથવા એક્સરસાઇઝ કરતા પહેલા ઘણા લોકો ગ્લુકોઝ અને પૅક્ડ જ્યુસ પીવે છે. જેનાથી એનર્જી મળે છે પરંતુ મેટાબોલિઝ્મ સારું રહેતું રહેતું નથી. તો પેક્ડ જ્યુસમાં શુગરનું પ્રમાણ વધુ હોય છે. તો ગ્લુકોઝમાં પણ સામાન્ય ખાંડ અને મોનોસૈકરાઈડ હોય છે પરંતુ ફ્રૂકટોઝ અને સુક્રોઝનની તુલનામાં ગ્લુકોઝ ઓછું મીઠું હોય છે. વર્કઆઉટ કરતા પહેલા તમે બ્લેક કોફી પી શકો છો. તેમાં ભરપૂર પ્રમાણમાં કૈફીન હોય છે. જે શરીરમાં મેટાબોલિઝ્મને વધારે છે. જેનાથી બોડીમાં રહેલી ફેટને આસાનીથી દૂર કરી શકાય છે.
જિમ જતા પહેલા અથવા તો કસરત દરમિયાન કોફી સિવાય, લીંબુ પાણી અથવા તો ડીટોક્સ વોટર પણ પી શકો છો. વર્કઆઉટ પહેલાં શક્ય હોય તો ગુડ કાર્બ લેવું જોઈએ, જે સરળતાથી પચી જાય છે અને જે શરીરને એનર્જી આપે છે. કસરત દરમિયાન શરીરમાં ચરબીના રૂપમાં રહેલું ગ્લુકોઝ તૂટી જાય છે. જેના કારણે ક્યારેક શુગર ઓછું થઈ જાય છે. તેથી, વર્કઆઉટ પહેલાં તમારે એવો ખોરાક અથવા ફળો લેવા જોઈએ. જેમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય છે. જેમ કે કેળા, બ્રેડ સાથે પીનટ બિટર ખાઈ શકાય છે.