LRD : ગુજરાત સરકારે 20% વેઈટિંગ લિસ્ટની માગણી સ્વીકારી

Gujarat Fight

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા કેટલાય સમયથી આંદોલનનો સિલસિલો ચાલુ હતો. છેલ્લા અઢી વર્ષથી પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહેલા LRD ઉમેદવારોની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની આજે યોજાયેલી બેઠક બાદ આખરે આંદોલનનો અંત આવ્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 20 ટકા વેઈટિંગ લિસ્ટની માગણીનો સ્વીકાર કર્યો છે. સાથે જ 2 દિવસમાં આ મામલે સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં હાલ LRDની ભરતી પરીક્ષાની પ્રક્રિયા ચાલી રહી છે જેના માટે 10મી એપ્રિલના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી. બીજી તરફ છેલ્લા ઘણા સમયથી LRD ઉમેદવારોની 20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની માગણી છે અને તેને લઈને તેમનું આંદોલન ચાલી રહ્યું હતું. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે આ ઉમેદવારોની બેઠકમાં આંદોલનનો અંત આવ્યો છે.

છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *