હેલ્થ ટિપ્સ : ગ્લોઈંગ સ્કિનથી લઈને સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ થાય છે કેરી

Gujarat Fight

કેરીની સિઝન આવી ગઈ છે અને જો તમે ઉનાળામાં પણ તમારી સ્કિનને વધુ ચમકદાર બનાવવા માંગતા હોવ તો તમે તેને રોજ ખાઈ શકો છો. તેને ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જાણો કેરી ખાવાના અન્ય ફાયદા શું છે. શું તે સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ કરે છે? કેરીને ફળોનો રાજા કહેવાય છે. કેરીનો સ્વાદ તો અદ્ભુત છે. સાથે જ કેરીને ખાવાના અનેક ફાયદાઓ હોય છે. કાચી કેરીનું સેવન કરવાથી ગરમીથી મળશે રાહત. કેરી ખાશો તો તમારી સ્કિન સુંદર અને રાહત મળશે. કેરીમાં વિટામિન A અને C હોય છે.

  1. કેરી પાચનમાં મદદ કરે છે
    જો તમને પાચનની સમસ્યા છે તો આ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. કેરીમાં પાચન ઉત્સેચકો હોય છે. જે મોટા ખોરાકના અણુઓને નાના ટુકડાઓ માં વિભાજિત કરે છે. જેથી આપણું શરીર સરળતાથી તેનું અવલોકન કરી શકે છે. આ સિવાય કેરીમાં સારી માત્રામાં પાણી અને ફાઈબર હોય છે, જે અપચો, કબજિયાત, ડાયરિયાને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.
  2. રોગપ્રતિકારક શક્તિ વધશે
    જો તમે રોજ એક કપ ઝીણી સમારેલી કેરી ખાઓ તો વિટામીન A નો ડોઝ હોય છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય કોપર, ફોલેટ, વિટામિન ઈ અને વિટામિન બી જેવા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. તેઓ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

3. કેરી ખાવાથી સ્કિન ચમકદાર થશે
કેરીમાં વિટામિન C અને વિટામિન A હોય છે. જે સ્કિન માટે ખૂબ જ સારી હોય છે. જો તમે દરરોજ કેરી ખાવ છો તો થોડાક જ દિવસોમાં તમારી સ્કિન પરથી કાળા ડાઘ જતા રહેશે.

  1. હૃદય માટે કેરીનું સેવન કરવું સારું માનવામાં આવે છે
    ફળોનો રાજા કેરી હૃદયની બીમારી થી બચાવી શકે છે. કેરીમાં ફાયબર, પોટેશિયમ અને ઘણા બધા વિટામિન હોય છે. જે આપણી ધમનીઓને કોઈ પણ પ્રકારના અવરોધથી સુરક્ષિત કરવામાં મદદરૂપ થાય છે. પોલિફેનોલ, બાયોએક્ટિવ હોવાથી તે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે.
  2. વજન ઘટાડવામાં મદદરૂપ થશે
    કેરી ખાવાથી વજન વધે છે. પરંતુ તમે કેરી ખાઈને વજન ઘટાડી પણ શકશો. કેરીની છાલ માં ફાયટોકેમિકલ્સ હોય છે. કેરીમાં ડાયેટરી ફાઇબર હોય છે. જેનાથી પેટ ભરેલું લાગે છે. જ્યારે તમે ઉચ્ચ ફાઇબર વાળા ફળો અથવા શાકભાજી ખાઓ છો તો ત્યારે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. તમને અતિશય આહાર અને નાસ્તો કરવાથી રોકે છે.

Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *