આપણે સૌ કાકડી અથવા કકુંબરને સલાડના મેઈન ઈન્ગ્રિડિયન્ટ તરીકે ઓળખતા આવ્યા છીએ. આ સાથે જ તેનો ઉપયોગ ઉનાળાની ગરમીમાં શરીરમાં ઠંડક આપવા માટે પણ કરવામાં આવે છે. સ્લાઈસ્ડ કાકડી પર મીઠું – લીંબુનો રસ છાંટીને પણ તેને ખાવામાં આવતી હોય છે. કાકડીમાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્વો તો છે જ સાથે મિનરલ્સ અને ખૂબ જ પ્રમાણમાં પાણીની માત્રા પણ રહેલી છે જે શરીરને અંદરથી ઠંડુ રાખવામાં મદદ કરે છે. આમ કાકડી શરીર માટે અનેકરૂપમાં ફાયદાકારક છે.

આ જ કારણે તેને ઉનાળામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, ખાવા સિવાય પણ અન્ય રીતે કાકડી ફાયદાકારક નિવડી શકે છે. જી હાં, કાકડીનો ઉપયોગ ચહેરાની સુંદરતા વધારવા માટે પણ કરી શકાય છે. શરીરની જેમ જ જ્યારે ત્વચા પર કે ચહેરા પર પણ કાકડી લગાવવામાં આવે છે, ત્યારે તે ચામડીને ઠંડક આપે છે. આના ઉપયોગથી તમારી ત્વચા બ્રિધ કરે છે અને નવી કોશિકાઓ પણ વિકસીત થાય છે. કાકડીના અન્ય પણ ઘણા ફાયદા છે જેના વિશે તમે આ આર્ટિકલમાં માહિતી મેળવી શકો છો. કાકડીમાં પાણીની માત્રા ખૂબ વધુ પ્રમાણમાં હોય છે, જે તમારી સ્કિનને હાઈડ્રેટ રાખે છે. કાકડીના ઉપયોગથી તમે ઉનાળામાં ત્વચામાં આવતી શુષ્કતા અને પાણીની કમીને પૂરી કરી શકો છો.

કાકડીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા હોય છે, જે પર્યાવરણ અને અન્ય બાહ્ય પરિબળોને કારણે થતા ત્વચાના નુક્શાનને અટકાવે છે. કાકડીમાં વિટામિન A અને C જેવા કેટલાક જરૂરી પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે, આ સાથે જ પોટેશિયમ અને બાયોટિન જેવા મિનરલ્સ પણ તેમાં હાજર હોય છે. કાકડી તમારી ત્વચાને ડી-ટેન અને બ્રાઈટ બનાવવામાં ઉપયોગી છે. આ સાથે જ કાકડીનો રસ ત્વચા માટે અક સારા કુદરતી ટોનર તરીકે કામ કરે છે.