હેર કેર ટિપ્સ : ખરતા વાળ અટકાવવા હોય તો ઘરે બેઠા અજમાવો આ નુસખા

Gujarat Fight

વાળની સુંદરતા માટે આપણે તમામ પ્રકારના ઉપાયો કરીએ છીએ, પરંતુ કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સનાં વધારે ઉપયોગથી વાળ ડેમેજ થઇ જાય છે. જો હોળી રમ્યા બાદ વાળ નબળા થઇ ગયા છે, તો આ સમાચાર તમારા માટે જ છે. વાળને ફરી મુલાયમ બનાવવા માટે તમે અમુક હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. આ 3 હેર માસ્કને વાળ પર લગાવવાથી વાળની ગુમાવેલી ચમક પાછી મળી શકે છે. સાથે જ હેર ડેમેજથી પણ બચી શકાય છે. આ માસ્કનાં ઉપયોગથી રાતોરાત વાળ સિલ્કી બને છે.

એલોવેરા હેર માસ્ક :-

સૌથી પહેલા એક વાટકામાં 2 મોટી ચમચી એલોવેરા જેલ લો.
હવે તેમાં 1 નાની ચમચી તજ લો.
ત્યાર બાદ તેને મિક્સ કરી લો.
આ મિશ્રણને વાળ પર લગાવો.
લગભગ 20થી 30 મિનિટ બાદ પોતાના વાળને સાદા પાણીથી ધોઈ લો.
આમ કરવાથી તમારા વાળ હાઈડ્રેટ થશે, સાથે જ વાળની શાઈન પણ પાછી મળી શકે છે.

નારિયળ તેલ અને મધનું હેર માસ્ક :-

એક વાટકામાં 2 મોટી ચમચી નારિયળ તેલ લો.
હવે તેમાં 2 ચમચી મધ લઈને મિક્સ કરી લો.
ત્યાર બાદ તેને થોડું ગરમ કરીને વાળ પર લગાવો.
ડેમેજ વાળને ફરી રીપેર કરવામાં મદદ મળશે.

કેળા, દહીં અને મધનું હેર માસ્ક :-

એક વાટકામાં 2 મોટી સાઈઝનાં કેળા લો.
હવે તેને સારી રીતે મેષ કરી લો.
ત્યાર બાદ તેમાં 1 મોટી ચમચી દહીં અને મધ લઈને મિક્સ કરી લો.
હવે તેને વાળ પર લગાવો
લગભગ 30 મિનિટ બાદ આ હેર માસ્કને વાળ પર છોડી દો.
ત્યાર બાદ પોતાના વાળને નોર્મલ શેમ્પૂ વડે ધોઈ લો.
કેળામાં હાજર ડીપ કન્ડિશનિંગ ગુણો વાળની ચમક વધારવામાં મદદ કરે છે.
મધને કારણે પણ તમારા વાળ શાઈન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *