હેપ્પીનેસનું લેવલ વધારવા પુષ્કળ પ્રમાણમાં ખાઓ ફળો અને શાકભાજી

Gujarat Fight

ઘણા લોકોનું સુખ પેટ સાથે જોડાયેલું હોય છે. તેઓ વધુ ભૂખ્યા રહી શકતા નથી. જોકે, આવું સુખ લાંબા સમય સુધી ભોગવવા માટે આરોગ્યવર્ધક વસ્તુઓ ખાવી જરૂરી છે. ત્યારે હેપ્પીનેસ (Happiness)અને ખોરાકને જોડતા વિષય પરના અભ્યાસમાં રસપ્રદ તારણો સામે આવ્યા છે. સારા સ્વાસ્થ્યમાં સંતુલિત આહાર (nutritious foods)અને કસરત (Exercise)મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

સ્વસ્થ જીવનશૈલી (Healthy lifestyle)માત્ર રોગોથી જ દૂર નથી રાખતા પણ જીવનમાં સુખ એટલે કે હેપ્પીનેસનુ લેવલ પણ વધારી શકે છે. મીડિયાના અહેવાલ મુજબ એક અભ્યાસમાં આ વાત સાબિત થઈ છે. આ અભ્યાસ મુજબ ફળો અને શાકભાજીના સેવન સાથે કસરત કરીને ખુશીનું સ્તર વધારી શકાય છે. તેના આધારે એમ કહી શકાય કે જો તમારે ખુશ રહેવું હોય તો પુષ્કળ ફળો અને શાકભાજી ખાઓ અને જોરશોરથી કસરત કરો.

આ અભ્યાસના પરિણામો જર્નલ ઓફ હેપ્પીનેસ સ્ટડીઝ (Journal of Happiness Studies) માં પ્રકાશિત થયા છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે જીવનશૈલી અને ફિટનેસ વચ્ચેના સંબંધ અગાઉના અભ્યાસોથી પણ સામે આવી છે, તેથી જાહેર આરોગ્ય અભિયાનોમાં પૌષ્ટિક ખોરાક (nutritious foods) અને કસરત પર ભાર મૂકવામાં આવે છે. એક નવા અભ્યાસમાં સંતુલિત જીવનશૈલીથી ખુશીમાં વધારો જોવા મળ્યો છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *