હિંમતનગરમાં રામનવમીના દિવસે જે માર્ગ પર આયોજનબદ્ધ રીતે શોભાયાત્રા પર હુમલો કરાયો હતો. તે જગ્યાએ જ મંગળવારે સવારના 7:30 વાગ્યાથી પાલિકા તંત્ર, 100 થી વધુ પોલીસકર્મીઓનો કાફલો બુલડોઝર સાથે આવી બપોરના 1:30 એટલે કે 6 થી 7 કલાક સુધી દબાણ હટાવવાની કામગીરી કરતાં 30 થી વધુ કાચા, પાકા, અસ્થાયી દબાણો સ્વયંભૂ દૂર થવા માંડ્યા હતા. અશરફનગર કસ્બા જમાતની 4 દુકાનોનું બાંધકામ બે વર્ષમાં અસખ્ય નોટિસો છતા દૂર કરાયું ન હતું તે 4 દુકાનોને તોડી પડાઇ હતી. હયાત રસ્તાથી 3 મીટરનું બાંધકામ દૂર કરતાં પ્રથમવાર ટીપી રોડ 15 મીટર પહોળો જોવા મળ્યો હતો.

અશરફનગર કસ્બા જમાતની ઉપર નીચેની કુલ 4 દુકાનો હટાવવા પાલિકા છેલ્લા બે વર્ષથી નોટિસો આપતું હતું. પરંતુ યેનકેન પ્રકારે આ દુકાનો હટાવાઇ ન હતી અને ટીપી રોડનું કામ અટકી ગયું હતું. પરંતુ શોભાયાત્રા પર અસામાજીક તત્વોએ કરેલ હુમલા બાદ સમગ્ર શહેરમાંથી છાપરીયાના અવૈદ્ય નિર્માણ અને દબાણો હટાવવા વ્યાપક બૂમ ઉભી થયા બાદ પાલિકા પણ મક્કમ થયું હતંુ અને ઉમિયા- વિજય ટીપી રોડને જોડતાં ટીપી રોડ પર આવેલ અશરફનગર કસ્બા જમાતની ઉપર નીચેની કુલ 4 દુકાનોનુ બાંધકામ દૂર કરાયુ હતું.