કોકિલકંઠી સ્વરસામ્રાજ્ઞાી સ્વ. લતા મંગેશકરે કદી પણ લોકોની યાદમાંથી જવાના નથી. પોતાના દરેક પ્રશંસકોમાં એક અનોખું સ્થાન જમાવી દીધું હતું જે ભૂલી શકાય એમ નથી.સ્વ. લતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે ટેલિવિઝ પર એક ખાસ શો પ્રસારિત થવાનો છે. જેમાં ૧૮ ગાયકો લતાજીના ગીતો ગાતા અને તેમની સાથેના સંસ્મરણો તાજા કરશે. આ શ્રદ્ધાંજલિમાં સોનૂ નિગમ, અરિજિત સિંહ, શંકર મહાદેવન, નિતિન મુકેશ, અલકા યાજ્ઞિાક, સાધના સરગમ, પ્યારેલાલજી, ઉદિત નારાયણ, શાન, કુમાર શાનૂ, અમિત કુમાર, જતિન પંડિત, જાવેદ અલી, ઐશ્વર્યા મઝૂમદાર, સ્નેહા પંત, પલક મુચ્છલ, શાન, નીતિન મુકેશ, નીતિન મોહન જોવા મળવાના છે.

શાને આ શો વિશે જણાવ્યુ હતુ કે, આ ભવ્ય શ્રદ્ધાંજલિનો હિસ્સો બનીને હું ગર્વ અનુભવી રહ્યો છું. લતાજી પ્રત્યે મને સમ્માન હોવાની સાથેસાથે પ્રશંસા અને પ્રેમ પણ કરું છે. તેઓ આડકતરી રીતે પણ દરેક ભારતીયો સાથે જોડાયેલા છે. આઠ એપિસોડ ધરાવતો ઓ શો ૧લી મેથી ટેલિવિઝન પરથી પ્રસારિત કરવામાં આવશે.