સ્ટ્રેપલેસ ડ્રેસમાં પલક તિવારીનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો

Gujarat Fight

લોકપ્રિય ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સો.મીડિયા સેન્સેશનલ છે. હાલમાં જ પલક તિવારીનું સોંગ ‘માંગતા હૈ’ રિલીઝ થયું છે. પલક તિવારીનું ‘બિજલી સોંગ’ સુપરડુપર હિટ ગયું હતું. હાલમાં જ પલક તિવારીએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં પલક વ્હાઇટ આઉટફિટમાં જોવા મળે છે.

પલક તિવારીએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં પલક તિવારીનો ગ્લેમરસ અવતાર જોવા મળે છે. વ્હાઇટ સ્ટ્રેપલેસ ડ્રેસમાં પલકની તસવીરો વાઇરલ થઈ છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે સ્ટનિંગ બ્યૂટી. તો અન્ય એકે કહ્યું હતું કે પલક તિવારી આગળ બીજી હીરોઇન પણ ફેલ છે.

પલકનું ગયા વર્ષે હાર્ડી સંધુ સાથેનું ‘બિજલી બિજલી..’ સોંગ ઘણું જ હિટ રહ્યું હતું. પલક બોલિવૂડ ફિલ્મ ‘રોઝીઃ ધ સૈફરન ચેપ્ટર’થી ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં પલક BPO (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ)માં કામ કરતી યુવતીના પાત્રમાં છે. આ ફિલ્મ ગુરુગ્રામની સત્યા ઘટના પર આધારિત છે. ફિલ્મમાં અરબાઝ ખાન, તનિષા મુખર્જી પણ છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *