સ્ટાફ સિલેક્શન કમિશને (SSC) મંગળવારે એટલે કે 22 માર્ચ, 2022ના રોજ મલ્ટી ટાસ્કિંગ (નોન-ટેક્નિકલ) સ્ટાફ અને હવાલદાર (CBIC અને CBN) પરીક્ષા, 2021નો કાર્યક્રમ જાહેર કર્યો છે. SSCની અધિકૃત વેબસાઇટ https://ssc.nic.in પર જાહેર કરાયેલ નોટિસ મુજબ, આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 22 માર્ચથી શરૂ થઈ છે અને 30 એપ્રિલ, 2022 સુધી અરજી પ્રક્રિયા ચાલુ રહેશે. રસ ધરાવતા ઉમેદવારો પોતાની લાયકાત નોટિફીકેશનમાં વાંચી અને અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી અરજી કરી શકે છે.

અરજી કરવા માટેની અંતિમ તારીખ 30-4-2022 છે. ઉમેદવારો માટે નીચે ટેબલમાં ઓનલાઈન એપ્લિકેશનની લિંક અને નોટિફીકેશનની લિંક આપવામાં આવી છે. CBN (મહેસૂલ વિભાગ)માં MTS અને હવાલદાર માટે અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારોની વય 01-01-2022ના રોજ 18-25 વર્ષ હોવી જરૂરી છે. તેમજ CBIC (મહેસૂલ વિભાગ)માં હવાલદાર અને MTSની જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોની વય 01-01-2022ના રોજ 18-27 વર્ષ હોવી જોઈએ. ઉમેદવારોએ તેમની અરજી આયોગની વેબસાઇટ https://ssc.nic.in પર ઓનલાઈન મોડમાં સબમિટ કરવાની રહેશે.