સોખડા વિવાદ : આખરે સંતો અને સાધ્વીઓએ હરિધામ છોડ્યું

Gujarat Fight

વડોદરામાં હરિધામ સોખડા સંપત્તિ અને ગાદીનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચી ગયો છે.તમામ સાધુ અને સાધ્વીઓને લાઈવ વિડિયો કોન્ફરન્સ દ્વારા હાઈકોર્ટમાં સુનાવણી માટે હાજર રાખવા વડોદરા કોર્ટ રૂમમાં બેસાડવામાં આવ્યા છે. સોખડા મંદિરના સંતો તેમનો સામાન લઇને મંદિરની બહાર નીકળી ગયા છે અને તેઓએ આખરે હરિધામ સોખડા છોડી દીધુ છે. આ વિવાદના કારણે પ્રબોધ સ્વામી બે દિવસથી જમ્યા નથી.

વડોદરા કોર્ટ પર પહોંચેલા સોખડાના હરિભક્તે જણાવ્યું હતું કે, સંતો સુરત તરફ જશે અને સાધ્વી બહેનો અમદાવાદ તરફ જશે. આ ખુબ દુઃખદ ઘટના છે. કારણ કે, જે સંતોએ પોતાનું ઘર છોડીને હરિધામને પોતાનું ઘર બનાવ્યું હતું. એવા ઘણા સંતો છે, જેના બ્રિટીશ પાસપોર્ટ છે. જે સંતોની અંદર ત્યાર અને બલિદાનની ભાવના હોવી જોઇએ. પરંતુ અત્યારે સત્તા અને મહાત્વાકાંક્ષા એ કક્ષા વધી ગઇ છે. જેના કારણે સંતોને આજે બીજે જવુ પડ્યું છે.

વડોદરામાં સોખડામાં સંતોને કોર્ટમાં હાજર કરવામાં આવી રહ્યા છે, ત્યારે સૌથી મોટી વાત એ છે કે, સંતોની સુરક્ષાની જવાબદારી તેમના હરિભક્તોએ જ ઉપાડી લીધી છે અને પોલીસે એક બાજુ છે પોલીસે સૂચના આપી છે કે, તમે શાંતિપૂર્વક સંતોને સંભાળી લો અમે તમારી સાથે સુરક્ષામાં છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિધામ સોખડામાં પણ જ્યારે કોઈ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે, ત્યારે સુરક્ષાની જવાબદારી હરિભક્તો જ પડતા હોય છે, ત્યારે આ મામલે પણ હરિભક્તોએ જ સુરક્ષાની જવાબદારી લીધી છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *