સેમસંગ ગેલેક્સી M53 5G આ દિવસે ભારતમાં આપશે દસ્તક

Gujarat Fight

સેમસંગ (Samsung) ભારતીય બજારમાં Samsung Galaxy M53 5Gને 22 એપ્રિલે લોન્ચ કરવાનું છે. હવે આ સ્માર્ટફોનના લોન્ચિંગ પહેલા જ ટિપસ્ટર દ્વારા વેરિઅન્ટ્સ અને કલર ઓપ્શન્સ લીક ​​કરવામાં આવ્યા છે. સેમસંગનો આ ફ્લેગશિપ ફોન આ મહિને અન્ય માર્કેટમાં પ્રવેશ કરશે અને ભારતમાં પણ એપ્રિલમાં જ આવશે. લીક થયેલા સ્પેસિફિકેશન્સ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય બજારમાં આવનાર મોડલ 2 કલર ઓપ્શનમાં આવશે અને તે Android 12 ઓપરેટિંગ સિસ્ટમ પર ઓપરેટ કરશે. તેમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ હશે. આ ફોન માર્કેટમાં Galaxy M52 5Gના નવા વેરિઅન્ટ તરીકે આવશે. જો કે, હજુ સુધી સેમસંગે આ સ્માર્ટફોનની કિંમત અંગે કોઈ ખુલાસો નથી કર્યો.

ટિપસ્ટર સુધાંશુ અંભોરે જણાવ્યું કે Samsung Galaxy M53 5G ભારતમાં બે સ્ટોરેજ ઓપ્શનમાં આવશે, જેમાં 6GB + 128GB અને 8GB + 128GBનો સમાવેશ થાય છે. આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ફુલ HD + Super AMOLED Plus ડિસ્પ્લે હશે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. કલર ઓપ્શનની વાત કરીએ તો આ સ્માર્ટફોન બ્લુ અને ગ્રીન જેવા બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. તો આ સ્માર્ટફોનનો બ્રાઉન વેરિઅન્ટ, જે અન્ય માર્કેટમાં ઉપલબ્ધ છે, તે લગભગ ભારતમાં લોન્ચ નહીં થાય.

Samsung Galaxy M53 5Gમાં MediaTek Dimensity 900 ચિપસેટ આપવામાં આવશે. ઓપરેટિંગ સિસ્ટમ વિશે વાત કરીએ તો, આ સ્માર્ટફોન Android 12 પર આધારિત One UI 4.1 પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ મળશે. આ સ્માર્ટફોનના રિયરમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલનો બીજો કેમેરા, 2 મેગાપિક્સલનો ત્રીજો કેમેરા અને 2 મેગાપિક્સલનો ચોથો કેમેરા આપવામાં આવશે. તો આ સ્માર્ટફોનના ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં 5000mAh બેટરી હશે જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. કનેક્ટિવિટીની વાત કરીએ તો, આ સ્માર્ટફોનમાં 5G, 4G LTE, WiFi અને બ્લુટૂથ v5.2 મળશે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, એક્સેલરોમીટર સેન્સર, ગાયરોસ્કોપ સેન્સર, લાઇટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર હશે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *