સુરેન્દ્રનગર શહેરના 80 ફુટ રોડ ઉપર આવેલી ઉમિયા ટાઉનશીપના સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર પાલિકાને રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના મામલે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ આ વિસ્તારમાં રસ્તા અને પ્રાથમિક સુવિધા ન મળતાં હોબાળો કર્યો છે. રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ધારાસભ્યોના ઘરે હોબાળો મચાવવામાં આવ્યો હતો. અંદાજીત 500થી વધુ સ્થાનિક રહીશો દ્વારા ધારાસભ્યોના ઘરે હોબાળો મચાવી અને રજૂઆત કરવામાં આવી હતી અને ઘેરાવ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
ગત રાત્રે 12 વાગ્યાના અરસામાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલના બંગલા ખાતે સ્થાનિક લોકોએ હલ્લાબો મચાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ઉપર આવેલી ઉમિયા ટાઉનશીપ છે. તેમાં રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, પાંચસોથી વધુ લોકોના ટોળા રાત્રી દરમિયાન ધારાસભ્યના ઘરમાં પ્રવેશ મેળવી અને આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે ધારાસભ્યએ રાત્રે જાગી અને તાત્કાલિકપણે ચીફ ઓફિસરનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. અગામી દિવસોમાં આ વિસ્તારમાં રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધા નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ધારાસભ્ય ધનજીભાઇ પટેલનો બંગલો તપોવન છે, ત્યાં સ્થાનિક લોકોએ રાત્રે બાર વાગ્યે ઘેરાવ કર્યો હતો. જેમાં મહિલાઓ, બાળકો અને પુરુષો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો.