ગોડાદરામાં 6 વર્ષના બાળકનું પાણી ની ટાંકીમાં પડી જવાથી મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્મીત ટ્યુશન જવાને બદલે બાજુની ટેરેસ ઉપર જતો રહ્યો હતો. ધોરણ 1માં અભ્યાસ કરતા સ્મિતને ટ્યુશન જવું ન હતું. ટેરેસ ઉપર અકસ્માતે ટાંકીમાં પડી ગયાનું અનુમાન છે. આ અંગેની વિગતો એવી છે કે, બાળકને ટ્યુશને જવું ન હોવાથી મકાનના ટેરેસ પરથી પોતાના ઘરના ટેરેસની પાણીની ટાંકી પર કૂદ્યો હતો.

વિદ્યાર્થી ટાંકીમાં પડતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ધીરજનગર સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ પટેલનો પુત્ર સ્મિત પહેલાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. સ્મીતના પરિવારે શોધખોળ શરુ કરી પોલીસમાં મિસિંગ દાખલ કરાવી હતી. પોલીસ સ્મિતના ઘરે પહોંચી હતી અને શોધખોળ શરુ કરી હતી. જેમાં સ્મિત ઘરના ટેરેસ પર પાણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો.